બ્લાસ્ટ/ રશિયન એરબેઝમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત પાંચ ઘાયલ

એરબેઝમાં સંગ્રહિત દારૂગોળો વિસ્ફોટ થયો હતો.પ્રાથમિક એહવાલમાં આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. 

Top Stories World
8 17 રશિયન એરબેઝમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત પાંચ ઘાયલ

રશિયા-યુક્રેન યુદ્ધની મધ્યમાં ક્રિમિયન દ્વીપકલ્પમાં દરિયા કિનારે આવેલા રિસોર્ટની નજીક રશિયાના એરબેઝ પર  વિસ્ફોટ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે   જેના કારણે રશિયન એરબેઝ હલી ગયો છે. આ વિસ્ફોટો કોણે કર્યો અને ક્યાં કારણસર કરવામાં આવ્યુ તે સ્પષ્ટ થઇ શક્યું નથી આ મામલે રશિયાએ કહ્યું છે કે એરબેઝમાં સંગ્રહિત દારૂગોળો વિસ્ફોટ થયો હતો.પ્રાથમિક એહવાલમાં આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.

બીજી તરફ યુક્રેને રશિયન એરબેઝ પર કોઈપણ હુમલાનો ઈનકાર કર્યો છે. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત થયું છે.સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ રોઇટર્સને જણાવ્યું કે તેઓએ બપોરે 3:20 વાગ્યાની આસપાસ ઓછામાં ઓછા 12 વિસ્ફોટો સાંભળ્યા હતા. ક્રિમીયાના પશ્ચિમ કિનારે નોવોફેડોરીવકા નજીકના સાકી એરપોર્ટથી સ્થાનિક સમય (1220 GMT) થયો હતો,છેલ્લો વિસ્ફોટ ખુબ શક્તિશાળી હોવાનું જાણવામાં આવ્યું છે.