Not Set/ રાજ્યમાં શ્રમિકનો દેશમાં સૌથી ઓછુ દૈનિક વેતન

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સવાલમાં ખુલાસો થયો હતો કે રાજ્યમાં શ્રમિકોને ચુકવાતુ દૈનિક વેતન દેશમાં સૌથી ઓછુ છે.

Top Stories Gujarat Others
auto 16 રાજ્યમાં શ્રમિકનો દેશમાં સૌથી ઓછુ દૈનિક વેતન

– કેરળમાં સૌથી વધુ રુ.410નું દૈનિક વેતન  
સોમવાર ગાંધીનગર,
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સવાલમાં ખુલાસો થયો હતો કે રાજ્યમાં શ્રમિકોને ચુકવાતુ દૈનિક વેતન દેશમાં સૌથી ઓછુ છે.
auto 8 રાજ્યમાં શ્રમિકનો દેશમાં સૌથી ઓછુ દૈનિક વેતન
ઈમરાન ખેડાવાલાએ કૃષિક્ષેત્રે મજુરોને કેટલુ દૈનિક વેતન ચુકવાય છે તે મુદ્દે સવાલ કર્યો હતો,જેના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે શ્રમિકોને દૈનિક રુ.178નું દૈનિક વેતન અપાય છે. જાેકે ગૃહમાં જવાબ આપતી વેળાએ મંત્રીએ મૌખિક રીતે જણાવ્યુ હતુ કે જાન્યુઆરી-2021માં મળેલી બેઠકમાં આ રકમ વધારવામાં આવી છે અને સરકારે આ મુદ્દે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જાન્યુઆરી-2021થી રાજ્યમાં કૃષિ ક્ષેત્રના શ્રમિકોને દૈનિક રુ.268નું વેતન ચુકવાય છે. ખેડવાલાએ ઉમેર્યુ હતુ કે દેશમાં શ્રમિકોને દૈનિક વેતન ચુકવવા મુદ્દે કેરળ સૌથી આગળ છે. કેરળમાં સૌથી વધુ રુ. 410નું વેતન ચુકવવામાં આવે છે. ખેડાવાલાએ ઉમેર્યુ કે દેશમાં 68 લાખ ખેત મજૂરોનું શોષણ થઈ રહ્યુ છે. ગતિશીલ ગુજરાતના દાવા પોકળ છે તે બાબત સરકારના જવાબ પરથી સાબિત થાય છે.