Not Set/ વડોદરામાં ગટરોમાં થયા ભેદી ધડાકા, લોકોમાં ભયનો માહોલ

વડોદરા ના નવાપુરા ખાતેની શિંદે કોલોની ખાતે 4 ગટરો માં ભેદી ધડાકા થતાં ગટરો ના ઢાંકણા હવામાં ઉછડ્યા હતા જેને લઈને સ્થાનિકો માં ફફડાટ વ્યાપ્યો હતો ગત મોડી રાત્રીએ વડોદરા ના નવાપુરા વિસ્તારમાં આવેલી શિંદે કોલોનીમાં અચાનક ધડાકા ના અવાજ આવવા ના શરૂ થયાં હતાં જેને પગલે સ્થાનિકો રસ્તા પર આવ્યા હતા.બહાર આવતા જાણ થઈ […]

Gujarat Vadodara
BDR વડોદરામાં ગટરોમાં થયા ભેદી ધડાકા, લોકોમાં ભયનો માહોલ

વડોદરા ના નવાપુરા ખાતેની શિંદે કોલોની ખાતે 4 ગટરો માં ભેદી ધડાકા થતાં ગટરો ના ઢાંકણા હવામાં ઉછડ્યા હતા જેને લઈને સ્થાનિકો માં ફફડાટ વ્યાપ્યો હતો

BDR 2 વડોદરામાં ગટરોમાં થયા ભેદી ધડાકા, લોકોમાં ભયનો માહોલ

ગત મોડી રાત્રીએ વડોદરા ના નવાપુરા વિસ્તારમાં આવેલી શિંદે કોલોનીમાં અચાનક ધડાકા ના અવાજ આવવા ના શરૂ થયાં હતાં જેને પગલે સ્થાનિકો રસ્તા પર આવ્યા હતા.બહાર આવતા જાણ થઈ હતી કે આ ધડાકા ગટરો માં થયાં હતાં અને ધડાકા ને પગલે ગટરો ના ઢાંકણા હવામાં પણ ઉછડ્યા હતા.ધડાકા સાથે ગટરો ના ઢાંકણા તૂટ્યાની વાત વાયુવેગે પ્રસરતા વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો હતો.

BDR 1 વડોદરામાં ગટરોમાં થયા ભેદી ધડાકા, લોકોમાં ભયનો માહોલ

સ્થાનિકોએ ફાયર વિભાગ અને સ્થાનિકો ને જાણ કરતા તંત્ર એક્શનમાં આવ્યું હતું.ઘટના ની ગંભીરતા સમજી મેયર જીગીષાબેન શેઠ સહિત ભાજપ ના અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.મેયર જીગીષાબેન શેઠ દ્વારા અધિકારીઓ ને ધડાકા ના કારણો અને તેના નિરાકરણ શોધવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે મહત્વની બાબત છે કે અગાઉ નવાપુરા વિસ્તારમાં સીઝનલ ફલૂ એ કેર વર્તાવ્યો હતો અને અહીં ડહોડા પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો બાદ પાણીની લાઈન નાખવાનું કામ અને ગટર નું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. તેમ પાણી ની લાઈન નાખવાની કામગીરી માં કૌભાંડ સ્થાયી સમિતિ અધ્યક્ષ એ ઝડપી પાડ્યું હતું. ત્યારે જો સમગ્ર બનાવ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થાય તેવી ચર્ચાએ જોર પકડયું છે.