Not Set/ ભુપેન હજારીકાનો પરિવાર નહિં સ્વીકારે ભારત રત્ન એવોર્ડ

ગૌહાટી, મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ નાગરિકત્વ વિધેયકનો વિવાદ એ હદે વકર્યો છે કે આસામના વિખ્યાત ગાયક સ્વ. ભૂપેન હજારિકાના અમેરિકામાં રહેતા પુત્ર તેજ હજારિકાએ હાલમાં જ જાહેર કરાયેલું સર્વોચ્ચ સન્માન-ભારત રત્ન સ્વીકારવાની મનાઈ કરી હતી. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિનના રોજ સ્વ. ભુપેન હજારીકાને મરણોત્તર ભારત રત્નનો દેશનો સર્વોચ્ચ પુરસ્કાર જાહેર કરાયો હતો.જો કે મીડિયા […]

India
bhupen hazarika ભુપેન હજારીકાનો પરિવાર નહિં સ્વીકારે ભારત રત્ન એવોર્ડ

ગૌહાટી,

મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ નાગરિકત્વ વિધેયકનો વિવાદ એ હદે વકર્યો છે કે આસામના વિખ્યાત ગાયક સ્વ. ભૂપેન હજારિકાના અમેરિકામાં રહેતા પુત્ર તેજ હજારિકાએ હાલમાં જ જાહેર કરાયેલું સર્વોચ્ચ સન્માન-ભારત રત્ન સ્વીકારવાની મનાઈ કરી હતી.

26 જાન્યુઆરીના ગણતંત્ર દિનના રોજ સ્વ. ભુપેન હજારીકાને મરણોત્તર ભારત રત્નનો દેશનો સર્વોચ્ચ પુરસ્કાર જાહેર કરાયો હતો.જો કે મીડિયા સાથે વાત કરતા તેજ હજારિકાએ ભારત રત્ન નહિ સ્વીકારવાની જાહેરાત કરી હતી.તેજ હજારીકાએ કહ્યું કે તેમના પિતાએ આસામના લોકોના હક્ક માટે કાયમ લડાઈ લડી હતી.એ પોતે પણ હયાત હોત તો આ એવોર્ડનો સ્વીકાર ના કરત.

આ સીટીઝનશિપ બીલની નવી જોગવાઈ મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખિસ્તી ધર્મ પાળનારા લઘુમતી સમુદાયના લોકોને 12 વર્ષના બદલે 6 વર્ષ ભારતમાં રહેવાથી યોગ્ય દસ્તાવેજ વિના પણ ભારતીય નાગરિકત્વ મળી શકે છે.

આ વિધેયકનો ઇશાન રાજ્યો વિરોધ કરી રહ્યા છે. આ વિધયક 8 જાન્યુઆરીએ લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. રાજ્યસભામાં બાકી છે.