Not Set/ બહેરી અને મુંગી સગીરાનું અપહરણ કરી આરોપીએ દુષ્કર્મ આચર્યુ

ગુરુગ્રામના ચક્કરપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક 15 વર્ષીય બહેરા અને મૂંગી સગીરા પર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હતો. સ્થાનિક પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યારે પીડિતા તેના ઘરની બહાર રમતી હતી. તે જ વિસ્તારના આરોપી રામપ્રવેશ અને કિશન પીડિતાને બાઇક […]

India
mmata 9 બહેરી અને મુંગી સગીરાનું અપહરણ કરી આરોપીએ દુષ્કર્મ આચર્યુ

ગુરુગ્રામના ચક્કરપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક 15 વર્ષીય બહેરા અને મૂંગી સગીરા પર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હતો. સ્થાનિક પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. શુક્રવારે સાંજે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યારે પીડિતા તેના ઘરની બહાર રમતી હતી.

તે જ વિસ્તારના આરોપી રામપ્રવેશ અને કિશન પીડિતાને બાઇક પર અપહરણ કરી સગીરાને તેના ઘર નજીક એક એકાંત સ્થળે લઈ ગયા હતા જ્યાં દારૂ પીધા પછી રામપ્રવેશે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, બે કલાક પછી બંને આરોપીઑ યુવતીને તેના ઘરની નજીક મૂકી ગયા હતા અને તે સ્થળ પરથી ભાગી ગયા હતા. ફરિયાદીએ પીડિતાના પરિવારજનોને પીડિતાના અપહરણ અંગે જાણ કરી હતી કે પરિવારના સભ્યો તેને શોધી શક્યા ન હોવાથી બંને આરોપીએ સગીરાનું અપહરણ કર્યું છે તેવું પરિવારજનોએ અનુમાન લગાવ્યું હતું.

આરોપીએ પીડિતાને ધમકી પણ આપી હતી કે જો તેણીએ આ વિશે કોઈને કહ્યું તો તેના ભયંકર પરિણામો ભોગવવા પડશે.

ગુરુગ્રામ પોલીસ અધિકારી સુભાષ બોકેએ જણાવ્યું હતું કે, સંજોગો દર્શાવે છે કે તેણી પર દુષ્કર્મ થયો હતો. પીડિતાના માતા-પિતાની લેખિત ફરિયાદના આધારે પોલીસે સેક્ટર -29 પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે પ્રોટેક્શન ચિલ્ડ્રન સેક્સ્યુઅલ (ફેન્સ (પોકસો) એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે.

બોકેને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓને પકડવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.