ગુજરાત/ મહેસાણાના શ્રી ગણેશા વોટરપાર્કમાં બાઉન્સરોએ પરિવારને માર માર્યો

મહેસાણાના ગણેશા વોટરપાર્કમાં બાઉન્સરોની દાદાગીરી જોવા મળી. વોટરપાર્કની મજા માણવા આવેલા પરિવારને ખરાબ અનુભવ થયો.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to 2024 05 25T153438.898 મહેસાણાના શ્રી ગણેશા વોટરપાર્કમાં બાઉન્સરોએ પરિવારને માર માર્યો

મહેસાણાના ગણેશા વોટરપાર્કમાં બાઉન્સરોની દાદાગીરી જોવા મળી. વોટરપાર્કની મજા માણવા આવેલા પરિવારને ખરાબ અનુભવ થયો. ગણેશા વોટરપાર્કના બાઉન્સરોએ પરિવારના મોભી સાથે ગેરવર્તણૂંક કરી. બાઉન્સરોના ત્રાસની પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે પણ પરિવારને મામલો વધુ ના ખેંચવાની સલાહ આપતા સમાધાન કરવા કહ્યું. ત્યારે પરિવારે મીડિયાની મદદ લેતા એક મીડિયા ચેનલને આપવીતી જણાવી.

અત્યારે ભયંકર ગરમી જોવા મળી રહી છે. ગરમીથી રાહત મેળવવા અને શાળાની રજામાં બાળકોને આનંદ આપવા શહેરીજનો વોટરપાર્કની મજા માણતા હોય છે. વોર્ટરપાર્કનો આનંદ માણવા એક પરિવાર મહેસાણાના . કડીના અલદેસણ નજીક આવેલા ગણેશા વોટરપાર્ક પંહોચ્યો. પરંતુ આ પરિવારને વોટરપાર્કના બાઉન્સરનો ખરાબ અનુભવ થયો. કોઈ બાબતો વોટરપાર્કના બાઉન્સરો અને પરિવાર વચ્ચે ઝગડો થયો. આ ઝગડો એટલી હદે વધ્યો કે બાઉન્સરોએ પરિવારના મોભીને માર માર્યો. આ બનાવમાં બાઉન્સરોની દાદાગીરી મામલે ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન ગયા. જ્યાં પોલીસે તેમની ફરિયાદ નોંધવાના બદલે તેમને સમજૂતી કરવાની સલાહ આપી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં આ વર્ષની ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, હવામાનની પેટર્નમાં થયો બદલાવ

આ પણ વાંચો: મુસ્લિમ આરક્ષણ પર સંઘર્ષ, CM યોગીએ કલકત્તા હાઈકોર્ટના મુસ્લિમોના OBC ક્વોટા રદ કર્યાના નિર્ણયને આવકાર્યો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ