Gujarat News: ગુજરાતમાં હાર્ટએટેક (Heart Attack)થી મોત થવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. 72 કલાકમાં 7 લોકોને હ્રદયરોગના હુમલાથી મોત (Death) થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હાર્ટએટેકથી મૃતકોમાં 50 થી 60 વર્ષીય લોકોનો સમાવેશ થયો છે.
હાર્ટએટેકથી 6 પુરુષ અને 1 મહિનાનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક ફેલાયો છે. બિપીનભાઈ સિદ્ધપુરા ઉંમર વર્ષ 52, રિદ્ધિબેન ગંગલાણી ઉંમર વર્ષ 51, નારાયણભાઈ ઠુમ્મર ઉંમર વર્ષ 53, હરુભાઈ ભૂરીયા ઉંમર વર્ષ 55, શૈલેષભાઈ બારૈયા ઉંમર વર્ષ 35, બરકતભાઈ દોભાણી ઉંમર વર્ષ 56, રવીન્દ્રભાઇ બહેરા ઉંમર વર્ષ 54નો સમાવેશ થાય છે.

રાજ્યમાં હ્રદયરોગના હુમલાથી લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના કાળ (Corona) બાદ બાળકો (Childrens) થી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકથી થતા મોતને કારણે પરિવાર તૂટી રહ્યો છે. ત્યારે દ્વારકા(Dwarka)ના જામખંભાળીયામાં હાર્ટ એટેકથી 2ના મોત નિપજ્યા છે.
સુરતમાં (Surat) વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું છે. સુરતમાં 30 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવક રાતે સૂતા બાદ સવારે ઉઠ્યો હતો અને એકાએક નીચે ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને ત્વરિત સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. ટીંબડી ગામે 40 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. સામત કરમુર નામના 52 વર્ષીય આધેડનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. હાર્ટ એટેકના બનાવો વધતા લોકો ચિંતિત થયા છે.

આ મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટ (Rajkot)માં જ 5 વ્યક્તિઓના મોત થયા હતા. આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું. તો મયણીનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ અચાનક ઢળી પડતા બેહોશ થઈ ગયા હતા. બાદમાં હોસ્પિટલ લઈ જતા તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તો બાબરીયા લોકોનીમાં રહેતા 51 વર્ષના હંસાબા જાડેજાને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. બદામાં હોસ્પિટલમાં લઈ જતાં તબીબો (Doctors)એ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમજ રાજકોટ જેલમાં અંજારના 55 વર્ષીય કેદી હરી લોચાણીને છાતીમાં દુખાવો ઉપડતા મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:આ બોડી બિલ્ડરનું 19 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો:સુરતમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ
આ પણ વાંચો:ડાકોરના મેળામાં SRP જવાનનું હાર્ટ એટેકથી મોત
