Entertainment news/ પ્રખ્યાત અભિનેતા-કોમેડિયન હીરામનું વર્ષગાંઠના દિવસે થયું અવસાન   

હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત એક્ટર અને કોમેડિયન હીરામ કાસ્ટેન હવે આ દુનિયામાં નથી.

Entertainment Trending
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 17T170718.669 પ્રખ્યાત અભિનેતા-કોમેડિયન હીરામનું વર્ષગાંઠના દિવસે થયું અવસાન   

હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત એક્ટર અને કોમેડિયન હીરામ કાસ્ટેન હવે આ દુનિયામાં નથી. તેમનું 71 વર્ષની વયે અવસાન થયું. ‘સીનફેલ્ડ’ અભિનેતાના મૃત્યુથી તેના નજીકના લોકો અને ચાહકો માટે મોટો આઘાત લાગ્યો છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

હિરામ છેલ્લા 7 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા અને અંતે તેમનું 71 વર્ષની વયે અવસાન થયું. અભિનેતાના મૃત્યુની માહિતી ફેસબુક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 17T170828.713 પ્રખ્યાત અભિનેતા-કોમેડિયન હીરામનું વર્ષગાંઠના દિવસે થયું અવસાન   

સૌથી મહત્વની વાત એ છે કે હીરામનું મૃત્યુ તેના લગ્નની વર્ષગાંઠના દિવસે થયું હતું. રવિવારે તેમનો 38મો જન્મદિવસ હતો. જ્યારે તે તેની પત્ની ડાયના કિસીએલ કાસ્ટેનબાઉમના હાથમાં મૃત્યુ પામ્યો ત્યારે આખો પરિવાર તેની સાથે હતો.

તમને જણાવી દઈએ કે, હિરામ કાસ્ટેન ‘સીનફેલ્ડ’ના ત્રણ એપિસોડમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે એલેન બેનેસના મિત્ર માઈકલની ભૂમિકા ભજવી હતી. આ નાનકડા પાત્રથી તેણે ઘણી લોકપ્રિયતા મેળવી, પરંતુ દુઃખની વાત એ છે કે તે હવે આ દુનિયામાં નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શાહરૂખ ખાનના પર્ફ્યુમની સુગંધ છે એકદમ ખાસ, પણ આખરે કેવી રીતે? જાણો વિગતે

આ પણ વાંચો: કપિલ શર્માના જોક્સ પર મેરી કૉમને આવ્યો ગુસ્સો, પછી શું કર્યુ કોમેડિયને….

આ પણ વાંચો: Netflix-Hotstarની આ વેબ સિરીઝને તમે જોઈ છે?