Not Set/ અફઘાનિસ્તાનમાં જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું મોત

અફઘાનિસ્તાનમાં રેઝિસ્ટન્સ ફ્રન્ટનાં પ્રવક્તા અને જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું રવિવારે પંજશીર પ્રાંતમાં મોત થયું છે. ટોલો ન્યૂઝ અનુસાર, એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

Top Stories World
1 102 અફઘાનિસ્તાનમાં જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું મોત

અફઘાનિસ્તાનમાં રેઝિસ્ટન્સ ફ્રન્ટનાં પ્રવક્તા અને જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું રવિવારે પંજશીર પ્રાંતમાં મોત થયું છે. ટોલો ન્યૂઝ અનુસાર, એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરી છે. દશ્તી જમિયત-એ-ઇસ્લામી પાર્ટીનાં સભ્ય અને અફઘાન પત્રકારોનાં ફેડરેશનનાં સભ્ય પણ હતા. જણાવી દઇએ કે, પંજશીર ખીણ હિંદુકુશ પર્વતોની મધ્યમાં સ્થિત છે, જે કાબુલથી લગભગ 90 કિમી દૂર છે. તાલિબાન પંજશીર પર અંકુશ રાખી શક્યું નહોતુ, પરંતુ હવે તાલિબાનોએ દાવો કર્યો છે કે તેઓએ પંજશીર પર પણ નિયંત્રણ મેળવ્યું છે.

1 103 અફઘાનિસ્તાનમાં જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું મોત

આ પણ વાંચો – United Nation / તાલિબાની પ્રતિનિધિ મંડળે સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ સાથે કરી મુલાકાત,માનવતાવાદ પર થઇ ચર્ચા

અફઘાનિસ્તાન પર કબજો હોવા છતાં, પંજશીરથી દૂર રહ્યા બાદ હવે તાલિબાનોએ આ વિસ્તારમાં યુદ્ધ શરૂ કર્યું છે. બંને પક્ષો પંજશીરમાં પોતાના વર્ચસ્વનો દાવો કરી રહ્યા છે. અગાઉ રવિવારે તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેઓએ પંજશીર પ્રાંતનાં તમામ જિલ્લાઓ પર કબજો લઈ લીધો છે અને હવે એવા અહેવાલ છે કે આ વિસ્તારમાં ચાલી રહેલા ગોળીબારમાં પ્રતિકાર મોરચાનાં પ્રવક્તા માર્યા ગયા છે. રેઝિસ્ટન્સ ફોર્સ સાથે સંકળાયેલા કેટલાક ટ્વિટર હેન્ડલ્સને રેઝિસ્ટન્સ ફ્રન્ટનાં પ્રવક્તા ફહીમ દશ્તીનાં મૃત્યુ અંગે પણ જાણ કરવામાં આવી છે. એક ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ભારે હૃદય સાથે, અમે તાલિબાન આતંકવાદીઓનાં હુમલામાં પ્રતિકાર મોરચાનાં પ્રવક્તા ફહીમ દશ્તીનાં મોતની જાણ કરી રહ્યા છીએ.’ જોકે, ટ્વિટમાં વધુ કંઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પંજશીરમાં વધતા તાલિબાનનાં ખતરા વચ્ચે દશ્તી ઘણીવાર દરેક અપડેટને ટ્વીટ કરતા હતા. તેમણે રવિવારે ટ્વીટ કરીને જાણ પણ કરી હતી કે તાલિબાન લડવૈયાઓને આ વિસ્તારમાંથી હાંકી કાઠવામાં આવ્યા છે.

1 104 અફઘાનિસ્તાનમાં જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું મોત

આ પણ વાંચો –પંજશીરના સરદારની ઘોષણા / તાલિબાન સાથે લડતા સાલેહે કહ્યું – જો હું ઘાયલ થાઉં તો તેને માથામાં ગોળી મારી દેજો

જોકે, ‘મંતવ્ય ન્યૂઝ’ દશ્તીનાં મૃત્યુની પુષ્ટિ કરી શકતું નથી. દશ્તીનાં મૃત્યુનાં સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે શુક્રવાર રાતથી તાલિબાન અને રેઝિસ્ટન્સ ફ્રન્ટ વચ્ચે પંજશીર પર યુદ્ધ તીવ્ર બન્યું છે. ફહીમ દશ્તી જમાત-એ-ઇસ્લામી પાર્ટીનાં વરિષ્ઠ નેતા હતા અને અફઘાન પત્રકારોનાં સંઘનાં સભ્ય પણ હતા. આપને જણાવી દઇએ કે, તાલિબાને રવિવારે દાવો કર્યો હતો કે, તેના લડવૈયાઓએ પંજશીર પર કબજો કર્યો છે. તાલિબાનનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા મથકો, પોલીસ હેડક્વાર્ટર અને પંજશીરમાં તમામ ઓફિસો જપ્ત કરવામાં આવી છે. તાલિબાને કહ્યું કે, વિપક્ષી દળોને પણ ઘણી જાનહાનિ થઈ છે. વાહનો અને હથિયારોને પણ નુકસાન થયું હતું.