Not Set/ ફેની વાવઝોડું : PM મોદી પહોચ્યા ઓડિશા, CM પટનાયકનાં કર્યા વખાણ

ફેની વાવાઝોડું પાતોનું તાડંવ મચાવીને ચાલ્યુ ગયુ, પરંતુ પાછળ ઘણુ છોડીને ગયુ છે. લોકસભાની ચુંટણી દરમિયાન આવેલા ફેની વાવઝોડાએ દેશમાં રાજનીતિને પણ હવા આપી છે. PM મોદી આ વાવાઝોડાથી થયેલા નુકસાનને લઇને ઓડિશા પહોચી ગયા છે. PM મોદીએ પહોચ્યા બાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. સાથે તેમણે CM નવીન પટનાયક સહિત અન્ય અધિકારીઓની સાથે બેઠક કરી. […]

Top Stories India Politics
modi naveen patnaik 2 1 ફેની વાવઝોડું : PM મોદી પહોચ્યા ઓડિશા, CM પટનાયકનાં કર્યા વખાણ

ફેની વાવાઝોડું પાતોનું તાડંવ મચાવીને ચાલ્યુ ગયુ, પરંતુ પાછળ ઘણુ છોડીને ગયુ છે. લોકસભાની ચુંટણી દરમિયાન આવેલા ફેની વાવઝોડાએ દેશમાં રાજનીતિને પણ હવા આપી છે. PM મોદી આ વાવાઝોડાથી થયેલા નુકસાનને લઇને ઓડિશા પહોચી ગયા છે. PM મોદીએ પહોચ્યા બાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. સાથે તેમણે CM નવીન પટનાયક સહિત અન્ય અધિકારીઓની સાથે બેઠક કરી. આ બેઠકમાં તેમની સાથે ગવર્નર ગણેશી લાલ અને કેંન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા.

narendra modi and naveen pa 1557116771 ફેની વાવઝોડું : PM મોદી પહોચ્યા ઓડિશા, CM પટનાયકનાં કર્યા વખાણ

ફેની વાવઝોડાને પહોચી વળવા જે રીતે અહી સરકાર દ્વારા દરેક સુવિધાઓનો લાભ ઉઠાવવામાં આવ્યો, તેના કારણે નુકસાન પણ ઘણુ ઓછુ થયુ હતુ. જેને લઇને PM મોદીએ બેઠક પૂર્ણ થયા બાદ CM નવીન પટનાયકનાં વખાણ કર્યા હતા. PM મોદીએ કહ્યુ કે, અહી તોફાનથી લડવા માટે દરેક લોકોએ હળી મળીને કામ કર્યુ હતુ. CM નવીન પટનાયકે ઘણુ સારુ કામ કર્યુ. ઓડિશાનાં લોકોએ પણ ઘણુ સારુ કામ કર્યુ છે. આ બેઠકમાં દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કેંન્દ્ર સરકારે ઓડિશાને મદદ કરવાના આશ્રયથી એક હજાર કરોડ રૂપિયાની જાહરાત કરી છે.

pmjjh ફેની વાવઝોડું : PM મોદી પહોચ્યા ઓડિશા, CM પટનાયકનાં કર્યા વખાણ

PM મોદીએ ઓડિશાનાં નાગરિકોને હ્રદયથી અભિનંદન પાઠવ્યા છે. સાથે તેમણે એલાન કરતા કહ્યુ કે, જે પરિવારજનોએ પોતાના લોકોને ખોયા છે, તેમને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.