Not Set/ ફરહાન આઝમીનું વિવાદિત નિવેદન, અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરે મંદિર બનાવવા જશે તો અમે મસ્જિદ…

શિવસેનાનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાત અંગે મોટુ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું હતું કે, સીએમ ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યાની મુલાકાત લેશે. રાઉતે કહ્યું હતું કે, મહા વિકાસ આગડી સરકારનાં 100 દિવસ પૂરા થવા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભગવાન રામનાં દર્શન કરવા અયોધ્યાની મુલાકાત લેશે. વળી, […]

Top Stories India
Farhan Azmi ફરહાન આઝમીનું વિવાદિત નિવેદન, અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરે મંદિર બનાવવા જશે તો અમે મસ્જિદ...

શિવસેનાનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાત અંગે મોટુ નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું હતું કે, સીએમ ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યાની મુલાકાત લેશે. રાઉતે કહ્યું હતું કે, મહા વિકાસ આગડી સરકારનાં 100 દિવસ પૂરા થવા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ભગવાન રામનાં દર્શન કરવા અયોધ્યાની મુલાકાત લેશે. વળી, ઉદ્ધવ ઠાકરેનાં અયોધ્યા જવાના નિવેદન પર સમાજવાદી પાર્ટીનાં નેતા અબુ આઝમીનાં પુત્ર ફરહાન આઝમીએ કહ્યું છે કે તેઓ પણ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે અયોધ્યા જશે.

અબુ આઝમીનાં પુત્ર ફરહાન આઝમીએ કહ્યું હતું કે, જો ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી હોવા છતા કહે છે કે તેઓ 7 માર્ચે અયોધ્યા જઈ રહ્યા છે, તો હું પણ તેમની સાથે જઈશ. તેઓ ભગવાન રામનું મંદિર બનાવશે અને અમે બાબરી મસ્જિદ બનાવીશું. આપને જણાવી દઈએ કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જૂન 2019 માં પાર્ટીનાં નવા ચૂંટાયેલા સાંસદોની સાથે છેલ્લે અયોધ્યાની મુલાકાત લીધી હતી. આદિત્ય ઠાકરેએ પણ તેમની સાથે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાત અંગે સંજય રાઉતે કહ્યું હતું કે, અમારો અયોધ્યા સાથે વિશેષ સંબંધ છે. આ સંબંધ આસ્થા અને વિશ્વાસ વિશેનો છે. અમારી સરકાર રાજ્યમાં છે, જેમાં ઉદ્ધવ ઠાકરે રાજ્યનાં મુખ્યમંત્રી છે, તે ફક્ત ભગવાન રામનાં આશીર્વાદથી છે. આ અમારી જવાબદારી છે કે સરકારનાં 100 દિવસ પૂરા થવા પર અમે ભગવાન રામનો આશીર્વાદ લઈએ અને તેમના આદેશોનું પાલન કરીએ.

રાઉતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે અને ભગવાન રામનાં આશીર્વાદ લેશે. ગઠબંધનમાં અમારી સરકારનાં અન્ય મંત્રીઓ પણ અયોધ્યાની મુલાકાત લેશે. તેને રાજકારણ સાથે ન જોડવું આ આસ્થાની વાત છે. સંજય રાઉતનાં આ નિવેદન પછી બીજેપીએ શિવસેના પર નિશાનો સાધતાં પૂછ્યું હતું કે શું ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીને તેમની સાથે અયોધ્યા લઈ જશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.