Not Set/ ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ટેકાના ભાવે શરૂ કરાશે ખરીદી

ખેડૂતો માટે સારા સમાચાર 15 તારીખથી મગફળીની ખરીદી શરુ થશે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આપ્યા નિર્દેશ ખેડૂતો માટે સરકાર છે ચિંતિત : રાદડિયા રાજ્યભરમાં અતિવૃષ્ટી અને વાવાઝોડા તેમજ પવનનાં કારણે પાકને જ્યારે ભારે નુકસાની ગઇ હોવાનાં વાવળ છે. અને ખેડૂતો પોતાના પરસેવાની કમાણીમાં નુકસાન સાજા કરવા માટે હાલ સરકારની અને પાક વિમાની સહાયના આસરે છે. […]

Gujarat Others
groundnut farmer e1533803165653 ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ટેકાના ભાવે શરૂ કરાશે ખરીદી
  • ખેડૂતો માટે સારા સમાચાર
  • 15 તારીખથી મગફળીની ખરીદી શરુ થશે
  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આપ્યા નિર્દેશ
  • ખેડૂતો માટે સરકાર છે ચિંતિત : રાદડિયા

રાજ્યભરમાં અતિવૃષ્ટી અને વાવાઝોડા તેમજ પવનનાં કારણે પાકને જ્યારે ભારે નુકસાની ગઇ હોવાનાં વાવળ છે. અને ખેડૂતો પોતાના પરસેવાની કમાણીમાં નુકસાન સાજા કરવા માટે હાલ સરકારની અને પાક વિમાની સહાયના આસરે છે. તો સાથે સાથે મહા વાવાઝોડાને કારણે જ તહેવાર સમયે જ્યારે ખેડૂતોને પૈસાની ખાસ જરૂર હતી ત્યારે જ ન છુટકે ટેકાનાં ભાવની ખરીદી સરકાર દ્વારા આટકાવામાં આવતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાા હતા. ત્યારે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે.

રાજકોટ સહિત રાજ્યભરના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ મગફળી ટેકાના ભાવે ખરીદી 15 તારીખથી શરુ કરવાના નિર્દેશ આપ્યા છે. જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે, વાવઝોડા અને અતિવૃષ્ટિની અસર હવે નથી રહી. મગફળી બગડી ન જાય તેમજ ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી હતી.  જોકે, હવે આગામી 15 તારીખથી મગફળીની ખરીદી શરુ થઇ જશે. ગુજરાત સરકાર ખેડૂતો માટે અત્યંત ચિંતિત હોવાની વાત પણ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા દ્વારા આત્રે કહેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન