સુરેન્દ્રનગર/ લીંબડીમાં આરોગ્ય સુખાકારી વધશે : બનશે હવે અધતન લેબોરેટરી

આરોગ્ય વિભાગના નાયબ નિયામક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય લક્ષી સેવાઓની સમિક્ષા કરવામાં આવી.

Gujarat Others Trending
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં આરોગ્ય સેવાને વધુ સારી બનાવવા માટે આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.સતિષ મકવાણાએ આજે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ તેમજ લીંબડી સરકારી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી. સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં પુરતી સુવિધાઓ ન મળતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે આજે આરોગ્ય વિભાગના નાયબ સચીવ સતિષ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં ખાસ કરીને લીંબડી સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીશન અંતર્ગત રૂપિયા ૩ કરોડના ખર્ચે બની રહેલ ઇન્ટીગ્રેટેડ પબ્લીક હેલ્થ લેબોરેટરીની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતુ. આ લેબોરેટરી કાર્યરત થતાં લીવર, કીડની, હોર્મોન થેલેસેમીયા જેવા અનેક પ્રકારના ટેસ્ટ નિશુલ્ક થઇ શકશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભ લેતા દર્દીઓને પુરતી સારવાર અને સુવિધાઓ મળે છે કે કેમ તે અંગે તેમણે રૂબરૂ દર્દીઓ સાથે વાતચીત કરી હતી. અને કુપોષિત બાળકો માટેના બાલસેવા કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. તેમજ ખાસ કરીને જિલ્લામાં મેલેરિયા નિયંત્રણ અને કોવીડ વેક્સીનેશન ની કામગીરી વધુમાં વધુ ઝડપથી થાય તે પ્રકારની કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીઓે તથા સ્ટાફ સાથે મિટીંગ કરી જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા સુચના આપી હતી.

આ પણ વાંચો : લીંબડીમાં હોમગાર્ડ જવાન જ રમાડતો હતો જુગાર પણ હવે… | કાયદા સામે માફી કોઈને નહિ