આંદોલન/ ખેડૂત સંગઠનો 26મી જૂને દેશભરના રાજ ભવન સામે ધરણાં કરશે

ખેડૂતો 26ની જૂને ધરણાં કરશે

India
આંદોલન ખેડૂત સંગઠનો 26મી જૂને દેશભરના રાજ ભવન સામે ધરણાં કરશે

દેશમાં કોરોનાના કેસોમાં સતતઘટાડો થઇ રહ્યો છે . રાજ્યો ધીમે ધીમે અનલોકિંગ તરફ આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂત સંગઠનોએ પણ સરકાર સામે મોરચો ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. આંદોલનના સાત મહિના પૂરા થયા બાદ ખેડૂત સંગઠનો 26 જૂને દેશભરના રાજ ભવનમાં ધરણા કરશે. યુનાઇટેડ કિસાન મોરચાએ જણાવ્યું હતું કે તેઓ 26 જૂનના રોજ તેમના વિરોધ પ્રદર્શન દરમિયાન કાળા ધ્વજ બતાવશે અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલશે.

 રાજ્યોના તમામ નાના અને મોટા ખેડૂત સંગઠનોને દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું છે અને રાજ્યોમાં જ નાના પ્રદર્શન માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ સાથે, ખેડૂત સંગઠનો ફરી એકવાર કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે અવાજ ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.26 જૂને ‘ખેતીબચાવ લોકશાહી બચાવો’ તરીકે ઉજવાશે. યુનાઇટેડ ખેડૂત ગઠને કહ્યું કે અમે રાજ ભવન ઉપર કાળા ધ્વજ બતાવીને અને દરેક રાજ્યના રાજ્યપાલના માધ્યમ દ્વારા રાષ્ટ્રપતિનેઆવેદન આપીને વિરોધ નોંધાવીશું.

26 જૂન, 1975 એ ભારતના ઇતિહાસમાં એક કાળો દિવસ હતો, કેમ કે સરકારે આ દિવસે કટોકટી જાહેર કરી હતી. હાલની પરિસ્થિતિ તેનાથી દૂર નથી. તે એક અઘોષિત કટોકટી જેવી છે.કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા સામે 26 જૂને અમારું આંદોલન સાત મહિના પૂરા થઈ રહ્યું છે. સરમુખત્યારશાહીના આ વાતાવરણમાં કૃષિની સાથે સાથે લોકોના લોકશાહી અધિકાર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ એક અઘોષિત કટોકટી છે.

.