Political/ ખેડૂત આંદોલન અંગે કેનેડિયન વડા પ્રધાનની ટિપ્પણીથી ભારત નારાજ, હાઈ કમિશનરને કહ્યું,…

કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની ખેડૂત આંદોલન અંગેની ટિપ્પણીથી ભારત સખ્તાઇભર્યું બન્યું છે. શુક્રવારે નવી દિલ્હી સ્થિત કેનેડિયન હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું હતું.

Top Stories India
ઝવેરચંદ મેઘની 9 ખેડૂત આંદોલન અંગે કેનેડિયન વડા પ્રધાનની ટિપ્પણીથી ભારત નારાજ, હાઈ કમિશનરને કહ્યું,...

કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોની ખેડૂત આંદોલન અંગેની ટિપ્પણીથી ભારત સખ્તાઇભર્યું બન્યું છે. શુક્રવારે નવી દિલ્હી સ્થિત કેનેડિયન હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ખેડૂતોના પ્રશ્નો પર કેનેડિયન નેતાઓની ટિપ્પણી આંતરિક બાબતોમાં  દખલ છે. જે કદાપી ચલાવી લેવામાં નહીં આવે.

મંત્રાલયે ઉચ્ચ કમિશનરને કહ્યું કે કેનેડાના વડા પ્રધાન, કેટલાક કેબિનેટ મંત્રીઓ અને સંસદસભ્યોની ભારતીય ખેડુતોને લગતા મુદ્દાઓ પરની ટિપ્પણી આપણા આંતરિક બાબતોમાં દખલ છે, તે બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં.
વિદેશ મંત્રાલયે કહ્યું, “જો આ પ્રકારની ટિપ્પણી ચાલુ રહેશે તો તેની ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ભારે નુકસાનકારક અસર પડશે.” મંત્રાલયે કહ્યું કે, “આ ટિપ્પણીએ કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટની સમક્ષ ઉગ્રવાદી પ્રવૃત્તિઓની બેઠકોને પ્રોત્સાહન આપ્યું છે જે સુરક્ષાના મુદ્દે પ્રશ્નો ઉભા કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ભારતીય રાજદ્વારી કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરે.”

ખરેખર, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ખેડુતોની કામગીરી અંગે ટિપ્પણી કરી હતી. કેનેડિયન પીએમએ કહ્યું કે કેનેડા હંમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની સુરક્ષા માટે ઉભા રહેશે. તેમણે પોતાના નિવેદનમાં ભારતીય ખેડુતોને સમર્થન આપતાં કહ્યું હતું કે દેશની પરિસ્થિતિ ચિંતાજનક છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…