Hair Care/ સફેદ વાળથી છો પરેશાન, તો અપનાવો આ ટિપ્સ

ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે પરંતુ વધતા પ્રદુષણ અને ખાણીપીણીથી કારણથી વાળ સફેદ થવા લાગે છે.

Fashion & Beauty

ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે પરંતુ વધતા પ્રદુષણ અને ખાણીપીણીથી કારણથી વાળ સફેદ થવા લાગે છે. આજે ઓછી ઉંમરથી લઇને દરેક લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન છે. તો આવો જોઇએ વાળ સફેદ થવાના કારણો અને તેના ઉપાય..

1.લીમડો આપશે કાળા વાળને લીલી ઝંડી

Neem leaves

લીમડાંના થોડાક પાન લો.અને તેને નારિયેળના પાણીમાં વાટો અને પછી તેને વાળના મૂળમાં લગાવો.આવુ કરવાથી તમારા વાળ સફેદ થતાં બચી જશે.લીમડાંમાં એક ખાસ અને રેયર બાયોકેમિકલ હોય છે જે વાળને જડથી મજબૂત બનાવે છે.

2.ચા આપશે ચમક

સૌ પ્રથમ એક વાસણમાં ચાને ઉકાળી લો ત્યારબાદ તેને ઠંડું કરી લો.આ ક્રિયા બાદ વાળને આ ઉકાળેલા પાણીમાં 15મિનીટ સુધી ડુબાવી રાખો.ત્યારબાદ સરખી રીતે ધોઈ લો.આ રીતે જ કોફીના ઉપયોગથી પણ સારુ પરિણામ મળી શકે છે.

3.માખણનું જાદુ

ચોખ્ખાં દુધથી બનેલા માખણને સતત વાળમાં લગાડવાથી પણ વાળની સપેદીને અટકાવી શકાય છે.ઘીને પ્રાચીન આયુર્વેદમાં પણ વાળની સફેદીનો એક રામબાણ ઈલાજ માનવામાં આવતો હતો.જો દેશી ઘીની ખુશ્બુ ન ગમતી હોય તો મનપસંદ એન્સેન્શિયલ ઓઈલ ઉમેરી શકો છો.

4.સંતરાનો રસ

સંતરાના માવાને મેશ કરી તેમાં આબળાં પાઉડર મિક્સ કરો.સારા પરિણામ માટે તેને અઠવાડિયામાં બે વખત વાળ પર લગાવો.સંતરાનો રસ વાળને જાડા અને સ્વસ્થ બનાવવા માટે કુબ જ અસરકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.