Lifestyle/ નેચરલ ગ્લો માટે ચહેરા પર લગાવો આ 3 બેસન ફેસપેક….પાર્લરની પળોજણમાંથી મળશે મુક્તિ..!

Besan Face Pack (બેસન ફેસ પેક) થી બેજાન બનેલી ત્વચામાં નવા પ્રાણનો સંચાર થશે! અહિં અમે તમને 3 ઘરગથ્થુ નુસખા દર્શાવવા જઇ રહ્યા છીએ જેનાથી…

Lifestyle Tips & Tricks Fashion & Beauty Health & Fitness Trending
Besan Face Pack,બેસન ફેસપેક, ઘરગથ્થુ નુસખા, સ્કિન કેર, Natural Glow

Lifestyle: સ્કિન કેરમાં સદીઓથી ચણાના લોટનો ઉપયોગ ઘરગથ્થું નુસખાઓમાં થતો જ આવ્યો છે. આપણા દાદીમા અને નાનીમા પણ ઉબટન તરીકે આનો ઉપયોગ કરતા હતા. તો ચાલો, બેસન ફેસપેક (Besan Face Pack)નો ઉપયોગ કરીને ઘરેબેઠા ચહેરો ચમકાવવાની 3 ટ્રિક્સ વિશે જાણીશું…

બેસન ફેસપેકથી મેળવો નેચરલ ગ્લો

મહાશિવરાત્રિ જતાં જ હવે શિયાળા (Winter)ની ઠંડી પણ વિદાય લઇ રહી છે. આવા બદલાતા મોસમમાં સ્કિન સંબંધી તમામ સમસ્યાઓ (Skin Problems) સર્જાય એ સ્વાભાવિક છે. ઠંડી હવાઓના કારણે ત્વચા રુખી અને બેજાન બની રહી છે અને આના કારણે, ઘણી વ્યક્તિઓના ચહેરા પરની ચમક પણ ગાયબ થતી જોવા મળે છે.

આ સંજોગોમાં, ચહેરાની કુદરતી ચમક (Natural Glow)ને યથાવત્ રાખવા માટે લોકો અનેક પ્રકારના સ્કિન કેર પ્રોડક્ટ્સ વાપરવાનું પસંદ કરતા હોય છે. પણ એમાં રહેલા કેમિકલને કારણે સ્કિન ડેમેજ પણ થઇ શકે છે. બ્યૂટી પ્રોડક્ટ્સ (Beauty Products)થી ચહેરા પર કુદરતી ચમક આવી શકતી નથી!

આ સંજોગોમાં રસોડામાં હાજર હાથવગા બેસનનો ઉપયોગ કરીને તમે ફેસને ચમકાવી શકો છો. સ્કિન કેરમાં સદીઓથી ચણાના લોટનો ઉપયોગ ઘરગથ્થુ નુસખાઓમાં થતો જ આવ્યો છે. આપણા દાદીમા અને નાનીમા પણ ઉબટન તરીકે આનો ઉપયોગ કરતા હતા. આ એક સદાબહાર ટ્રિક છે ચહેરાને તરોતાજા રાખવાની… તો ચાલો, બેસન ફેસપેકનો ઉપયોગ કરીને ઘરેબેઠા ચહેરો ચમકાવવાની 3 ટ્રિક્સ (Tricks) વિશે જાણીશું…

બેસન ફેસપેક (Besan Face Pack)થી સ્કિનને થતા ફાયદા

ચણાનો લોટ આપણી સ્કિન માટે અત્યંત ફાયદાકારક છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે આ રીતે કાર્ય કરે છે.

1. ત્વચાને કુદરતી રીતે સ્વચ્છ કરીને ગ્લોઈંગ અને સોફ્ટ બનાવે છે.

2. ત્વચામાં રહેલું વધારાનું તેલ અર્થાત્ સ્કિનની ઓઇલીનેસને દૂર કરવા ઉપરાંત, ટેનિંગ ઘટાડવામાં સહાયક છે.

3. દહીં, હળદર, લીંબુ અથવા તો કાચું દૂધ બેસનમાં મિક્સ કરીને અઠવાડિયામાં એક કે બે વખત લગાવવાથી ત્વચામાં સરસ ચમક આવે છે.

બેસન ફેસપેક બનાવવાની 3 રીત

બેસન ફેસપેકનો ઉપયોગ કરીને ઘરેબેઠા ચહેરો ચમકાવવાની 3 પદ્ધતિઓ વિશે જાણીશું.

Besan Face Pack,બેસન ફેસપેક, ઘરગથ્થુ નુસખા, સ્કિન કેર, Natural Glow

1. બેસન-ગુલાબજળનો પ્રયોગ

કોઇ પણ પાર્ટી અથવા તો ફંકશનમાં જતા પહેલા આ ક્વિક (Besan-Gulabjal Pack) પેક ઘણો જ ઉપયોગી છે. આ માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

2 ચમચી બેસન

1 ચમચી લીંબુનો રસ

આવશ્યકતા અનુસાર ગુલાબજળ

આ ત્રણેય સામગ્રીને મિક્સ કરીને તમારા આખાયે ચહેરા ઉપરાંત ગરદન પર પણ એને લગાવી લોય એ સુકાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારબાદ, સાદા પાણી વડે ધોઇ લેવો. આ પેક ત્વચાના લેવલને બેલેન્સ કરે છે અને તરત જ તાજગી પ્રદાન કરે છે.

Besan Face Pack,બેસન ફેસપેક, ઘરગથ્થુ નુસખા, સ્કિન કેર, Natural Glow

 

2. બેસન-મલાઈ/દૂધનો પ્રયોગ

જો તમારી ત્વચા શુષ્ક (Dry Skin) હોય તો આ (Besan-Doodh Pack) પેક એને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરશે. આ માટે તમને આટલી સામગ્રીની જરુર પડશે.

2 ચમચી બેસન

1 ચમચી દૂધની મલાઈ અથવા કાચું દૂધ

1/2 ચમચી મધ

આ ત્રણેય સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી દેવી. એ સુકાય એ પહેલા જ એટલે કે 10-15 મિનિટ પછી હળવા હાથેથી મસાજ કરીને પછી ફેસ પાણી વડે ધોઇ લેવો. મલાઈ અને મધ સ્કિનને અંદર સુધી પોષણ પૂરું પાડે છે.

Besan Face Pack,બેસન ફેસપેક, ઘરગથ્થુ નુસખા, સ્કિન કેર, Natural Glow

3. દહીં-બેસનનો પ્રયોગ

આ પેક (Besan-Curd Pack) ત્વચાનું ટેનિંગ હટાવવા ઉપરાંત, ચહેરાને ઠંડક આપવા માટે સૌથી ઉત્તમ રહે છે. આ માટે તમને આટલી સામગ્રીની જરુર પડશે.

2 ચમચી બેસન

1 ચમચી દહીં

એક ચપટી હળદર

ઉપર જણાવેલી ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવીને 15-20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ, ઠંડા પાણીથી ધોઇ લો. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ (Lactic Acid) ત્વચાના ડાઘ-ધબ્બાને ઓછા કરે છે.

આટલી સાવચેતી રાખવી

1. જો ચહેરાપર કોઈ ઘા, કટ કે ઈજા હોય તો આ પેક ન લગાવવો.

2. આંખોની આસપાસના નાજુક ભાગ પર પેસ્ટ ન લાગે તેનું ધ્યાન રાખવું.

3. જો તમને હળદર કે અન્ય કોઈ વસ્તુની એલર્જી હોય તો ઉપયોગ કરતા પહેલા હાથ પર પેચ ટેસ્ટ કરી લેવો.

4. હંમેશા તાજી પેસ્ટ બનાવીને જ વાપરવી, વધેલું મિશ્રણ સ્ટોર ન કરવું.

નિયમિત ઉપયોગથી તમારી ત્વચાના ડાઘ-ધબ્બા ધીરે-ધીરે આછા થશે અને ચહેરો  કુદરતી ચમકથી ખીલી ઉઠશે! આ પ્રયોગો સુરક્ષિત અને કેમિકલ ફ્રી હોવાથી આબાલવૃદ્ધ સૌ કોઈ માટે ફાયદાકારક છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…