ટીવી એક્ટ્રેસ મોના સિઘે 27 ડિસેમ્બર 2019 ના રોજ સાઉથ ઇનવેસ્ટમેન્ટ બેંકર બોયફ્રેન્ડ શ્યામ ગોપલાન સાથે પંજાબી રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. લાલ રંગના લહેંગામાં મોના સિંઘ ખૂબ જ સુંદર લાગી રહી છે. દરેક જણ પ્રિયંકા ચોપડા અને બબીતા ફોગાટના લેહેંગાની તુલના સોશિયલ મીડિયા પર તેના લહેંગાના રંગ સાથે કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પરના ચાહકોનું કહેવું છે કે તેઓએ પ્રિયંકાથી પ્રેરિત ફેશન ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જીના કલેક્શનમાંથી આ સુંદર લહેંગા પહેર્યું હતો. પરંતુ ચાલો આપને જણાવી દઇએ કે તેણે પોતાનો લૂક સબ્યાસાચીથી નહીં પરંતુ અન્ય કલેકશનમાંથી પસંદ કર્યો હતો.
https://www.instagram.com/p/B6m8m5zFz7q/?utm_source=ig_embed
મોનાના બ્રાઇડલ લુક વિશે વાત કરીએ તો તેણે એક સુંદર લાલ લહેંગા પહેર્યો હતો. આ લુક સાથે, મોનાએ લાઇટ મેક-અપ, લાલ લિપસ્ટિક સાથે મેચિંગ જરકન નેકપીસ અને મેચિંગ મંગેબેદી અને એરિંગ્સ પહેર્યા હતા. આ લૂક સાથે મોનાએ એક નાની લાલ બિંદી લગાવી હતી જે તેની સુંદરતામાં અનેકગણો વધારો કરી રહી છે.
https://www.instagram.com/p/B6nXxv1lVyd/?utm_source=ig_embed
મોના આ બ્રાઇડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે જાણેએ કે અભિનેત્રીએ કયા કલેક્શનમાંથી લહેંગા પહેર્યો હતો. આપને જણાવી દઇએ કે તેણે ‘Kalki Fashion’ કલેક્શનમાંથી આ સુંદર લહેંગા પહેર્યો હતો. કલ્કીએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને આ લહેંગાની ભરતકામ વિશે ખૂબ જણાવ્યું હતું.
https://www.instagram.com/p/B6nOHirFwyc/?utm_source=ig_embed
https://www.instagram.com/p/B6m_etKFtmx/?utm_source=ig_embed
મોના સિંઘના લગ્ન ખૂબ ખાનગી હતા. જેમાં ગૌરવ ગેરા સહિતના કેટલાક પરિવારના સભ્યો અને મિત્રો શામેલ હતા.
https://www.instagram.com/p/B6nD6kVFkxO/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે મોના સિંઘના પતિ શ્યામ ગોપાલનના આ બીજા લગ્ન છે. તે તેની પહેલી પત્નીથી છૂટાછેડા લીધેલ છે. જેનો પુત્ર પણ 10 વર્ષનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
