Technology/ હવે માત્ર કારના નંબર પરથી જાણી શકાશે FASTagનું બેલેન્સ, જાણો કેવી રીતે

દેશભરની 26 બેંકોની ભાગીદારીમાં ટોલ પ્લાઝા પર 40,000 પીઓએસ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગૂગલ અને ICICI બેંકે ગૂગલ પે દ્વારા FASTag જાહેર કરવા માટે ભાગીદારી કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ યૂઝર્સો માટે નવી સેવા ઉમેરવા માટે તેની ફેસ્ટાગ એપ્લિકેશનને અપડેટ કરી છે. એનએચએઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1 […]

Tech & Auto
fasttag હવે માત્ર કારના નંબર પરથી જાણી શકાશે FASTagનું બેલેન્સ, જાણો કેવી રીતે

દેશભરની 26 બેંકોની ભાગીદારીમાં ટોલ પ્લાઝા પર 40,000 પીઓએસ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગૂગલ અને ICICI બેંકે ગૂગલ પે દ્વારા FASTag જાહેર કરવા માટે ભાગીદારી કરી છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ યૂઝર્સો માટે નવી સેવા ઉમેરવા માટે તેની ફેસ્ટાગ એપ્લિકેશનને અપડેટ કરી છે. એનએચએઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2021 થી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બન્યું છે અને તેને સરળતાથી શરૂ કરવા માટે એનએચએઆઈએ નવી સેવા સાથે તેની મોબાઇલ એપ્લિકેશન ‘માય ફાસ્ટેગ એપ્લિકેશન’ અપડેટ કરી છે. ”

My Fastag app review: A one-stop solution with an easy-to-use interface -  The Economic Times

માય ફાસ્ટેગ એપ્લિકેશનની નવી સેવામાં ફક્ત વાહનનો નંબર દાખલ કરીને જ ચકાસી શકાય છે. આ નવી સેવા બંનેને હાઇવે યૂઝર્સ અને ટોલ પ્લાઝા ઓફરેટર્સ બન્નેને રિયલ ટાઇમના આધાર પર ટેગ બેલેન્સની સ્થિતિ ટેગ બેલેન્સને લઇને આવી રહેલી સમસ્યા હલ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, એનએચએઆઈએ બ્લેકલિસ્ટની ડેડલાઇનની અંતિમ તારીખ 10 મિનિટથી ઘટાડીને 3 મિનિટ કરી છે.

Bought a new Fastag? Here's how to activate and add balance to it | Gadgets  Now

માય ફાસ્ટટેગ કલર કોડના રુપમાં ફાસ્ટટેગ વોલેટ બેલેન્સ સ્થિતિ બતાવશે. તેમા પૂરતુ બેલેન્સ સાથે એક્ટિવ ટેગ માટે લીલો કલર, ઓછુ બેલેન્સ માટે ઓરેન્જ અને બ્લેકલિસ્ટ માટે લાલ રંગ નક્કી છે. જ્યારે ઓરેન્જ કોડ આવે ત્યારે યૂઝર એપ્લિકેશન અથવા પીઓએસ રિચાર્જ સુવિધાનો ઉપયોગ કરીને તરત જ રિચાર્જ કરી શકે છે.