Not Set/ સુઝુકીએ લોન્ચ કર્યુ તેના આ બાઇકની મોટો જીપી એડિશન

સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયાએ, ભારતમાં નવા જિક્સર એસએફ 250 નું મોટો જીપી એડિશન લોન્ચ કર્યું છે. બાઇકનું મોટો જી.પી. એડિશન એક જ રંગમાં રંગવામાં આવ્યું છે, જેમાં સુઝુકી જીએસએક્સ-આરઆર મોટો જી.પી. મોડેલ આવે છે. આ વેરિએન્ટની કિંમત સ્ટાન્ડર્ડ જિક્સર એસએફ 250 કરતા 800 રૂપિયા વધારે છે. સુઝુકી જિક્સર એસએફ 250 મોટો જી.પી. એડિશનની કિંમત રૂ. 1.71 […]

Tech & Auto
Suzuki GIXXER SFjpg સુઝુકીએ લોન્ચ કર્યુ તેના આ બાઇકની મોટો જીપી એડિશન

સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયાએ, ભારતમાં નવા જિક્સર એસએફ 250 નું મોટો જીપી એડિશન લોન્ચ કર્યું છે. બાઇકનું મોટો જી.પી. એડિશન એક જ રંગમાં રંગવામાં આવ્યું છે, જેમાં સુઝુકી જીએસએક્સ-આરઆર મોટો જી.પી. મોડેલ આવે છે. આ વેરિએન્ટની કિંમત સ્ટાન્ડર્ડ જિક્સર એસએફ 250 કરતા 800 રૂપિયા વધારે છે. સુઝુકી જિક્સર એસએફ 250 મોટો જી.પી. એડિશનની કિંમત રૂ. 1.71 લાખ એક્સ શોરૂમ દિલ્હી છે.

જિક્સર એસએફ 250 મોટો જી પી એડિશનનો બ્રાઇટ બ્લૂ રંગ બાઇકને એક અલગ જ રૂપ આપે છે. બાઇકની બંને બાજુ સુઝુકીનો મોટો લોગો આપવામાં આવ્યો છે. અન્ય હાઇલાઇટ્સ વિશે વાત કરીએ તો, તમને વ્હીલ્સ પર ફ્લોરોસેન્ટ યલો પિનસ્ટ્રીપ મળેલ છે. ખાસ રંગ સિવાય જિક્સર મોટો જી.પી. એડિશનમાં કોઈ ફેરફાર નથી, જેમાં ડિઝાઇન સમાન છે. બાઇકમાં કોઈ યાંત્રિક ફેરફાર કરવામાં આવ્યાં નથી. આ મોડેલમાં તે જ મુજબનું 249 સીસીનું સિંગલ સિલિન્ડર એસઓએચસી ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવેલ છે, જે 9000 આરપીએમ પર 26.5 હોર્સપાવર અને 7,500 આરપીએમ પર 22.6 એનએમ ટોર્ક આપે છે. ફ્યુઅલ ઇન્જેક્ટેડ, આ એન્જિનમાં 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

બાઇકનાં લોન્ચિંગ સમયે સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયા પ્રા.લિ.નાં વોઇસ પ્રેસિડેંટ દેવાશિષ હાંડાએ જણાવ્યું હતું કે, ‘જિક્સર એસએફ 250 ની સફળતાને જોતા, અમે મોટો જી.પી. એડિશન લોન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ અને સુઝુકીની રેસિંગ ડી.એન.એ.ની સાથે જ આવે છે. રેસિંગ બ્લૂ કલર હંમેશા સુઝુકીની રેસિંગ સ્પિરિટ અને જુસ્સાને દર્શાવે છે.’

આપને જણાવી દઇએ કે, જિક્સર એસએફ 250 નું સ્થાન યામાહા ફેઝર 25 (રૂ. 1.44 લાખ) અને હોન્ડા સીબીઆર 250 આર એબીએસ (રૂ. 1.95 લાખ) ની વચ્ચે આવે છે. આ રેન્જમાં અન્ય બાઇકો છે, જે તેની સાથે સ્પર્ધા કરે છે. આ બાઇકની સીધી સ્પર્ધા કેટીએમ આરસી 200 (રૂ. 1.90 લાખ), બજાજ પલ્સર આરએસ 200 (રૂ. 1.4 લાખ) અને બજાજ ડોમિનાર 400 (રૂ. 1.8 લાખ) ની સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.