Bhavnagar News: ભાવનગરમાં બે યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બાલા હનુમાન નજીક ઘટના બની હતી. અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો છે તેના સીસીટીવી CCTV ફૂટેજ સામે આવ્યા છે. અનિરુદ્ધ અને જયદીપ નામના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે. ઘાયલ યુવકોને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયા છે. ભાવનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કયા કારણોસર યુવક પર હુમલો કરાયો તેનું કારણ જાણવા મળ્યું નથી.
થોડા દિવસ પહેલા જામનગર તાલુકાના સોયલ ટોલ નાકે મોડી રાત્રે દસ થી બાર શખ્સોએ કાવતરું કરી એક યુવાન અને તેના બે મિત્રો ઉપર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના ચાંદખેડામાં પાન પાર્લર ચલાવવાની ધંધાની અદાવતમાં એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર આરોપીઓની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી. ધમકી બાદ વેપારી પર જીવલણ હુમલો થતાં ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો:કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ભયભીત
આ પણ વાંચો:અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈવેની ખાસિયતો
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે
