Not Set/ જૂનાગઢ માં આવેલ પવિત્ર દામોદર કુંડમાં પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટ્યા, પોલીસનું સખત બદોબસ્ત

પવિત્ર શ્રાણમાસનાં છેલા દિવસે ભાદરવી અમાસનાં દિવસે પિતૃનાં મોક્ષની કામનાથી પીપળે પાણી રેડવાનું મોટું મહત્વ કહેવાય છે. જૂનાગઢનાં ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડનો ખુબ મોટો મહિમા છે ભક્ત કવિ નરસિંહ મહેતાનાં પિતાનું શ્રાદ સ્વયમ ભગવાન શ્રીકૃષ્ણએ આ દામોદર કુંન્ડ પર કર્યું હતું ત્યારથી આ ભાદરવી અમાસનાં દિવસે લાખો લોકો આ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરી […]

Gujarat Others

પવિત્ર શ્રાણમાસનાં છેલા દિવસે ભાદરવી અમાસનાં દિવસે પિતૃનાં મોક્ષની કામનાથી પીપળે પાણી રેડવાનું મોટું મહત્વ કહેવાય છે. જૂનાગઢનાં ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડનો ખુબ મોટો મહિમા છે ભક્ત કવિ નરસિંહ મહેતાનાં પિતાનું શ્રાદ સ્વયમ ભગવાન શ્રીકૃષ્ણએ આ દામોદર કુંન્ડ પર કર્યું હતું ત્યારથી આ ભાદરવી અમાસનાં દિવસે લાખો લોકો આ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરી ત્યાં આવેલ પીપળા ને પાણી રેડી પોતાના પિતૃને તૃપ્ત કરે છે, આ કુંડનું બીજું પણ એક મહત્વ છે કે માણસનાં મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર બાદ તેના અસ્થી આ દામોદર કુંડમાં જ પધરાવવામાં આવે છે અને એ અશ્થી 3 કે 4 દિવસમાં જ ઓગળી જાય છે.

જૂનાગઢમાં આવેલ દામોદર કુંડમાં ભાદરવી અમાસનાં દિવસે દૂર દૂર થી લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે અને પિતૃ મોક્સી માટે કુંડમાં કાંઠે આવેલ પીપળાને પાણી રેડી પિતૃ કાર્ય કરે અને પિતૃનાં મોક્ષ માટે પ્રાથના કરે છે. આપને જણાવી દઇએ આજે અમાસ એટલે કે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે, જેના કારણે સાંજે 5 વાગ્યા સુધી ભવનાથ રોડ વન વે રાખવામાં આવશે. સાથે અહી સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસનો સખત બદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાના કારણે આજે સવારથી જ ભવનાથ રોડ પર માનવ મહેરામણ ઉમટી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.ો