સુરતમાં FRC કચેરી ખાતે વાલીઓનાં ધરણા યથાવત છે. સતત ત્રીજા દિવસનાં ધરણા દરમિયાન વાલીઓએ લોહીની સહી કરી વિરોધ દર્શાવ્યો હતો. ફી માં સખત વધારાનો વાલીઓ સખત વિરોધ કરી રહ્યા છે. FRC નિયમ મુજબ વાલીઓએ ફી પરત કરવાની માંગ કરી છે. આ સાથે FRC દ્વારા વાલીઓએ લેખિતમાં બાહેધરી અપાય તેવી માંગ કરી છે.
આજે શાળાઓ દ્વારા મસમોટી ફી ની વસૂલાત કરતા હવે વાલીઓએ પણ બાયો ચઢાવી છે. વાલીઓએ આ અંગે રાજ્યનાં મંત્રીઓ અને ધારાસભ્યોને રજૂઆત કરી છે, જો કે તેમના દ્વારા પણ સંતોષકારક જવાબ નહી મળતા વાલીઓમાં રોષ ફેલાયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
વાલીઓ છેલ્લા ત્રણ દિવસથી ફી મુદ્દે વિરોધ કરતા ધરણા કરી રહ્યા છે, ત્યારે પ્રથમ દિવસે તેમણે કાળી પટ્ટી સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. બીજા દિવસે વાલીઓએ કહ્યુ હતુ કે, જો FRC ઓફિસમાં અમારી વાતને ન સાંભળવામાં માંગતી હોય તો તેને તાળુ મારવુ જોઇએ. જ્યારે ત્રીજા દિવસે વાલીઓએ મંત્રીઓને ફોન કર્યા હતા. એક વાલીએ સવાલ કરતા કહ્યુ કે, સાહેબ FRC તરફથી તમને કોઇ જાણ કરવામાં આવી છે. ત્યારે સામેથી પૂછવામાં આવ્યુ કે તમારુ નામ જણાવો, નામ જણાવ્યા બાદ વાલીને સામે જવાબ મળ્યો કે સાહેબ ફ્રી નથી એટલે સાંજે ફોન કરજો. અન્ય નેતાઓ સાથે પણ વાલીઓએ વાત કરી પરંતુ કોઇ સંતોષજનક જવાબ ન મળતા વાલીઓ રોષે ભરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
