Not Set/ નસીબ, બળાત્કાર જેવુ છે, રોકી ના શકો તો મઝા લો, કોંગ્રેસ સાંસદનાં પત્નીનું વિવાદિત નિવેદન

કેરળનાં કોંગ્રેસનાં સાંસદ હિબી ઈડનનાં પત્નીનાં વિવાદિત નિવેદનથી હંગામો મચી ગયો છે.  ઇડનની પત્ની અન્ના લિંડા ઇડનની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે લખ્યું છે કે, નસીબ બળાત્કાર જેવું છે, જો તમે તેને રોકી ના શકો, તો આનંદ ઉઠાવો. આ પોસ્ટને કારણે ભારે હંગામો મચ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની ફેસબુક પોસ્ટને ડિલીટ […]

Top Stories India

કેરળનાં કોંગ્રેસનાં સાંસદ હિબી ઈડનનાં પત્નીનાં વિવાદિત નિવેદનથી હંગામો મચી ગયો છે.  ઇડનની પત્ની અન્ના લિંડા ઇડનની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે લખ્યું છે કે, નસીબ બળાત્કાર જેવું છે, જો તમે તેને રોકી ના શકો, તો આનંદ ઉઠાવો. આ પોસ્ટને કારણે ભારે હંગામો મચ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની ફેસબુક પોસ્ટને ડિલીટ કરી અને માફી માંગી હતી.

Image result for anna linda

મંગળવારે સવારે, અન્ના લિંડા ઇડને આ પોસ્ટ લખી હતી, જેમાં ઇડને ફેસબુક પર વીડિયો મૂક્યો હતો. જેમાં તેણે વીડિયોની સાથે તેના પતિ અને કોંગ્રેસનાં સાંસદ હિબી ઇડનનો ફોટો મૂક્યો હતો. આ સાથે તેણે કેપ્શન લખ્યું, “નસીબ, બળાત્કાર જેવુ છે, રોકી ના શકો તો મઝા લો”

Image result for anna linda

ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે અત્યારે કોચીમાં પાણી ભરાયા છે. સોશિયલ મીડિયા પર, લોકોએ તેની પોસ્ટને તેની સાથે જોડી હતી અને આરોપ લગાવ્યો છે કે તેણે કોચીની સ્થિતિની મજાક ઉડાવી છે. આ અંગે વધી રહેલા ધાંધલ-ધમાલને જોઈને અન્નાએ તેમની પોસ્ટ હટાવી અને માફી માંગી હતી.

Image result for anna linda

ઉલ્લેખનીય છે કે, હિબી ઇડન કેરળની એર્નાકુલમ લોકસભા બેઠક પરથી સાંસદ છે અને તે પ્રથમ વખત ચૂંટણીમાં  જીત્યા છે. આ પહેલા તેઓ કોંગ્રેસ પાર્ટીનાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, તેમણે 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ આ વખતે માત્ર કેરળ રાજ્યમાં સારું પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.