Rajkot News: રાજકોટ(Rajkot)ના રેલનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણ (Love Affairs) મામલે આસિફ ઈકબાલ સોરા નામના યુવકની હત્યા (Murder) કરાતા ચકચાર મચી ગઈ છે. રાજેન્દ્ર નામના યુવકે છરી વડે હુમલો કરતા આસિફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સારવાર દરમિયાન આસિફનું મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં ઉપલેટા (Upleta) તાલુકામાં આવેલા રેલનગર વિસ્તારમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજેન્દ્ર રાઠોડની પરિણીત પુત્રી સાથે આસિફ ઈકબાલ સોરા નામના યુવકને પ્રેમ થયો હતો. ઉપલેટાનો રહેવાસી મૃતક આસિફ પ્રેમિકાને મળવા આવ્યો હતો, ત્યારે પિતા રાજેન્દ્ર ઘરમાં બંનેને જોઈ જતા આસિફ પર હુમલો કર્યો હતો. રાજેન્દ્રએ છરી વડે હુમલો કરતા આસિફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આસિફને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આસિફ સોરાનું મોત નિપજતાં ચકચાર મચી ગઈ છે.

હત્યાના બનાવને પગલે DCP ઝોન-2 જગદીશ બાંગરવા ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. માહિતી મુજબ પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી અને આસિફ ઇકબાલ સોરા છેલ્લા બે વર્ષથી પ્રેમમાં હતા. જોકે, ઘટના સામે આવતા રાજેન્દ્રએ હત્યા કરી હતી.
આ પણ વાંચો:આણંદના વિદ્યાનગરમાં પ્રેમ પ્રકરણ મામલે જૂથ અથડામણ
આ પણ વાંચો:જૂનાગઢના ભેંસાણમાં પ્રેમ પ્રકરણમાં થઈ હત્યા
આ પણ વાંચો:ખેડાના માતરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા
