Navsari News: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અંબાચ ગામે ઘરેલું ઝઘડો ઉગ્ર બનતાં પિતાએ પોતાના પુત્ર પર ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂર્વ પત્ની અને દાદા પર પણ ચપ્પુના ઘા કરવામાં આવતા બંને ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Navsariના અંબાચ ગામે પિતાએ પુત્રની કરી હત્યા
ચીખલીના અંબાચ (Ambach)ગામે પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન પિતા આવેશમાં આવી ગયા હતા અને પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા પુત્રનું(Father murders son) મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, પિતા છેલ્લા કેટલાક સમયથી ટેન્શનમાં રહેતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
પૂર્વ પત્ની અને દાદા પર પણ હુમલો
આ ઘટનામાં આરોપી પિતાએ પોતાની પૂર્વ પત્ની અને બાળકના દાદા પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો. બંનેને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આરોપી પિતા આશરે એક મહિના પહેલા પોતાની પૂર્વ પત્ની સાથે અંબાચ ગામે આવ્યો હતો. ત્યારબાદ પરિવાર સાથે રહેતો હતો. ઘરેલું મુદ્દે થયેલા વિવાદ બાદ ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
પરિવારના ઝઘડાએ લીધો હિંસક વળાંક
એક જ પરિવારના સભ્યો વચ્ચેના વિવાદમાં અચાનક હિંસા ફાટી નીકળતા ગામમાં ચકચાર મચી ગઈ છે. પુત્રની હત્યા બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે પૂર્વ પત્ની અને દાદા ઈજાગ્રસ્ત થતાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હત્યા પાછળનો ચોક્કસ ઘટનાક્રમ, આરોપીનું માનસિક દબાણ અને પરિવાર વચ્ચે અગાઉ કોઈ વિવાદ હતો કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે.
પરિવારના સભ્યો તથા આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સાથે જ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ બનાવે અંબાચ ગામ સહિત સમગ્ર ચીખલી વિસ્તારમાં ચકચાર જગાવી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ હત્યાનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: ઓડિશામાં પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, યુવતીએ બાળકને જન્મ આપતા પિતાના પાપનો ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો: જસદણમાં પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી, ઉશ્કેરાયેલા પિતાએ પુત્રની કરી હત્યા
