રાજકોટ/ જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પિતા-પુત્રએ ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન

રાજકોટમાં પિતા પુત્રએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પિતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જેમાં પિતાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ છે.

Gujarat Rajkot
વ્યાજખોરોના ત્રાસથી
  • રાજકોટઃ જસદણમાં પિતા-પુત્રએ કર્યો આપઘાત
  • પિતા-પુત્રએ ઝેરી દવા પી કર્યો આપઘાત
  • પિતાનું ઘટના સ્થળ પર જ થયું મોત
  • પુત્રનું સારવાર દરમ્યાન નિપજ્યું મોત
  • રાજકોટ સિવિલ હોસ્પિ.માં સારવાર દરમ્યાન મોત
  • વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત : પરિવારજન

વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આવામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રાજકોટમાં પિતા પુત્રએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પિતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જેમાં પિતાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ છે અને પુત્રનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.આ અંગે પરિવારજનોનુ કહેવુ છે કે વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રએ આપઘાત કર્યો છે.જેમાં તેમની જસદણમાં કોલેજીન નામની હેર આર્ટની દુકાન છે.

જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા(ઉ.વ.52) અને તેનો પુત્ર સતીષ(ઉ.વ.25) બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને પિતા-પુત્રે સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં રમેશભાઈએ તેમના મોટાભાઈના દીકરા નીરવને ફોન કરી જણાવ્યું કે, આપડા છેલ્લા રામ-રામ છે અને અમે દવા પી લીધી છે.બાદમાંનીરવભાઈ અને તેના મોટાભાઈ બન્ને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બન્ને પિતા-પુત્રને 108 ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન રમેશભાઈનું મોત નીપજ્યું હતું અને તેના પુત્ર સતીષની હાલત વધુ ગંભીર હોવાથી તાત્કાલિક રાજકોટની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સતીષનું પણ મોત નીપજતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકના પીએસઆઈ એમ.આર.સિંધવ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને નીરવભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ફરી ધ્રુજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો :ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, 2 કરોડમાં ખરીદાયેલો આ દિગ્ગજ બેટ્સમેને IPLમાંથી પાછું ખેંચ્યું નામ  

આ પણ વાંચો :ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ : મોરારી બાપુ

આ પણ વાંચો :આખરે બોર્ડ નિગમ માટે કવાયત શરૂ કરાઇ, યોગ્ય નેતાને જ મળશે સ્થાન