Not Set/ Father’s Day/ ગૂગલ ડૂડલ્સ આ રીતે મનાવી રહ્યુ છે ફાધર્સ ડે, તો તમે પણ બનાવો વર્ચુઅલ કાર્ડ અને…

આજનો દિવસ પિતૃઓને સમર્પિત છે. આ પ્રસંગને વિશેષ બનાવવા માટે, દુનિયાભરનાં લોકો તેમની પોતાની શૈલીમાં ફાધર્સ ડેની ઉજવણી કરે છે. આ કડીમાં સર્ચ એંજિન ગૂગલ પણ ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે ફાધર્સ ડે ની ઉજવણી માટે વિશ્વભરનાં પિતાઓ માટે ડૂડલ્સ બનાવ્યાં છે. આ ડૂડલ તમને તે જૂની યાદોમાં લઇ જશે જ્યા તમે ઘરનાં […]

World
fe4efc608717ab52af1245d2613e8b44 Father's Day/ ગૂગલ ડૂડલ્સ આ રીતે મનાવી રહ્યુ છે ફાધર્સ ડે, તો તમે પણ બનાવો વર્ચુઅલ કાર્ડ અને...

આજનો દિવસ પિતૃઓને સમર્પિત છે. આ પ્રસંગને વિશેષ બનાવવા માટે, દુનિયાભરનાં લોકો તેમની પોતાની શૈલીમાં ફાધર્સ ડેની ઉજવણી કરે છે. આ કડીમાં સર્ચ એંજિન ગૂગલ પણ ફાધર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે ફાધર્સ ડે ની ઉજવણી માટે વિશ્વભરનાં પિતાઓ માટે ડૂડલ્સ બનાવ્યાં છે.

આ ડૂડલ તમને તે જૂની યાદોમાં લઇ જશે જ્યા તમે ઘરનાં અમુક સામાનો અને રંગોનાં માધ્યમથી એક ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરતા હતા. ડૂડલ તમને એક વખત એક એવું કાર્ડ બનાવવાની તક આપે છે, ફક્ત એટલો જ ફરક છે કે આ વખતે તમે આ કાર્ડને ડિજિટલ બનાવી શકો છો. આ વર્ષે ફાધર્સ ડે પર ગૂગલ ડૂડલ તમને તમારા પિતા માટે વર્ચુઅલ કાર્ડ બનાવવાનો વિકલ્પ આપશે. જેવુ તમે ડૂડલ પર ક્લિક કરશો, તમે ક્રાફ્ટ ગૂગલ લેટર્સ જોશો. તમે એક નાનો વિંડો જોશો જેમાં કાર્ડ બનાવવા માટે ઘણી ડિઝાઇન આપવામાં આવી છે. તમે કોઈપણ ડિઝાઇન પસંદ કરો અને આ ખાલી કાર્ડ પર મૂકી શકો છો. એકવાર કાર્ડ પૂર્ણ કર્યા બાદ, તમે સેન્ડ વિકલ્પ પર ક્લિક કરો અને ઇમેઇલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે તમારા માતાને મોકલી શકો છો. તો કોની રાહ જુઓ છો. હમણાં જ ડૂડલ બનાવો અને તમારા પિતાને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.

આપને જણાવી દઈએ કે 1909 માં સોનોરા લુઈસ સ્માર્ટ ડોડ નામની યુવતીએ પિતાનાં નામથી આ દિવસની ઉજવણી શરૂ કરી હતી. સોનોરાએ 1909 માં મધર્સ ડે વિશે સાંભળ્યું અને સમજાયું કે તેના પિતા માટે આવો કોઈ દિવસ હોવો જોઈએ. તેથી તેણે અરજી કરી હતી. આ માટે, સોનોરાએ યુ.એસ. માં અભિયાન ચલાવ્યું અને વર્ષ 1910 માં પ્રથમ વખત ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.