Game/ PUBG બાદ આવનારી નવી Game ‘FAU-G’ આ તારીખે આવશે

ભારતીય કંપની એન્કોરની આ નવી એક્શન ગેમ છેલ્લા ઘણા મહિનાઓથી ગેમ પર કામ ચલી રહ્યું હતું અને હવે આખરે કંપની તેની ખાસ ગેમ 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન પર શરૂ કરવા જઈ રહી છે. આ માહિતી એન્કોર ગેમ્સ દ્વારા ટ્વીટ કરી શેર કરવામાં આવી છે.

Tech & Auto
a 43 PUBG બાદ આવનારી નવી Game 'FAU-G' આ તારીખે આવશે

ભારતમાં PUBG  ગેમ પર પ્રતિબંધ મુકાયા બાદ ચર્ચામાં આવી ચુકેલી ભારતીય કંપની nCore Games ની FAU-G Game માટે ગેમિંગ લવર્સનો ઇંતજાર ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. જી હા, એન્કોર ગેમ્સએ આ ગેમની લોન્ચિંગ તારીખની સત્તાવાર જાહેરાત કરી છે.

ભારતીય કંપની એન્કોરની આ નવી એક્શન ગેમ છેલ્લા ઘણા મહિનાઓથી ગેમ પર કામ ચલી રહ્યું હતું અને હવે આખરે કંપની તેની ખાસ ગેમ 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન પર શરૂ કરવા જઈ રહી છે. આ માહિતી એન્કોર ગેમ્સ દ્વારા ટ્વીટ કરી શેર કરવામાં આવી છે.

https://twitter.com/nCore_games/status/1345622556334702593?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1345622556334702593%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Ffau-g-launch-date-revealed-new-trailer-gives-a-glimpse-into-first-episode

આ પહેલા ગેમનું પહેલું ટીઝર દશેરાના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું જ્યાં ભારતીય સેનાના ગલવાન ઘાટીની અથડામણ વિષે બતાવવામાં આવ્યું હતું. જો કે હાલ શેર કરેલા વીડિયોમાં સૈનિકોને તેમની ગન્સ સાથે દર્શાવાયા છે. આ ઉપરાંત ગેમનું ટાઇટલ સોન્ગ ફોજી પણ લોન્ચ થયું છે. કેટલાક ડાયલોગ પંજાબીમાં રાખવામાં આવ્યા છે. હવે એ જોવાનું રહેશે કે આ ગેમનો ગેમ પ્લે કેવો રહે છે અને ગેમમાં કઈ ભાષાનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, માત્ર લોન્ચની તારીખ જ નહીં, ગેમનું ટ્રેલર પણ ટ્વીટ સાથે શેર કરવામાં આવ્યું છે જે 1 મિનિટ 38 સેકંડનું છે. આ ટ્રેલરમાં લદ્દાખ એપિસોડની ઝલક છે. આપને યાદ અપાવી દઈએ કે, ડિસેમ્બર 2020 માં FAUG Game  માટે રજીસ્ટ્રેશનને લાઇવ કરવામાં આવ્યું હતું. રજીસ્ટ્રેશન શરૂ થયાના 24 કલાકમાં 1 મિલિયનથી વધુ પ્રી-રજીસ્ટ્રેશન રેકોર્ડ કરવામાં આવ્યા છે.

આ ગેમનો બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમાર છે. જો કે આ ગેમના કો ફાઉન્ડર વિશાલ ગોન્ડલે સ્પષ્ટતા કરી હતી કે આ ગેમની PUBG સાથે સરખામણી ન કરવી જોઈએ. PUBGની જેમ આ ગેમ બેટલ રોયાલ મોડમાં નથી પણ એપિસોડ અને  મિશનના ફોર્મેટમાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો