Not Set/ નારીવાદી લેખિકા કલમા ભસીને દુનિયાને કહ્યું અલવિદા, કેન્સરની ચાલી રહી હતી સારવાર

ઈરફાન હબીબે કમલા ભસીન ને યાદ કરતા લખ્યું, “કમલા ભસીન, એક પ્રિય મિત્ર અને અસાધારણ માનવીના દુ:ખદ નિધન વિશે સાંભળીને ખૂબ દુ:ખ થયું….

Top Stories India
કમલા ભસીન

પ્રખ્યાત સામાજિક કાર્યકર અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરનાર કવિયત્રી કમલા ભસીન નું આજે સવારે નિધન થયું છે. તેઓને થોડા મહિના પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાજિક કાર્યકર કવિતા શ્રીવાસ્તવે તેમના મૃત્યુ વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો :પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 105મી જયંતી, PM મોદીથી લઈને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યાદ

તેમણે ટ્વિટર પર લખ્યું, “અમારા પ્રિય મિત્ર કમલા ભસીનનું આજે 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 3 વાગ્યે નિધન થયું છે. ભારત અને દક્ષિણ એશિયન ક્ષેત્રમાં મહિલા આંદોલન માટે આ મોટો આંચકો છે. તેમણે પ્રતિકૂળતામાં જીવનની ઉજવણી કરી. કમલા તમે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશો. એક બહેન જે ઊંડા દુ:ખમાં છે.

ઈતિહાસકાર ઈરફાન હબીબે કમલા ભસીનને યાદ કરતા લખ્યું, “કમલા ભસીન, એક પ્રિય મિત્ર અને અસાધારણ માનવીના દુ:ખદ નિધન વિશે સાંભળીને ખૂબ દુ:ખ થયું. અમે ગઈકાલે જ તેના સ્વાસ્થ્ય વિશે વાત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે તે બીજા દિવસે અમને છોડી દેશે. તમને ઘણા યાદ આવશે. “

આ પણ વાંચો :પાક.ના કાશ્મીર આલાપનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…

કોણ હતા કમલા ભસીન?

ભસીન 1970 ના દાયકાથી ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં મહિલા આંદોલનનો અગ્રણી અવાજ રહ્યો છે. 2002 માં, તેમણે નારીવાદી નેટવર્ક ‘સંગત’ ની સ્થાપના કરી, જે ગ્રામીણ અને આદિવાસી સમુદાયની વંચિત મહિલાઓ સાથે કામ કરે છે. તેણીએ ઘણી વખત નાટકો, ગીતો અને કલા જેવા બિન-સાહિત્યિક માધ્યમોનો ઉપયોગ કરીને સમાજમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું. ભસીને નારીવાદ અને પિતૃસત્તાને સમજવા માટે ઘણા પુસ્તકો લખ્યા છે, જેમાંથી ઘણાનો 30 થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.

આ પણ વાંચો :વ્હાઈટ હાઉસમાં એવું તો શું લઈને ગયા PM મોદી કે જાણતા હસવા લાગ્યા જો બિડેન

આ પણ વાંચો : ન્યૂયોર્ક પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, આજે UNGA ના 76 માં સત્રને કરશે સંબોધિત

આ પણ વાંચો :આંગણવાડી અને આશા વર્કરોની આજથી  રાષ્ટ્રવ્યાપી હડતાલ

આ પણ વાંચો :સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં આવનારી મસ્જિદોનું શું થશે? 29 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે