Sabarkantha News: સાબરકાંઠા(Sabarkantha)ના હિંમતનગરમાં (Himmatnagar) કોંગ્રેસ જીલ્લા કાર્યાલય પર મારામારી ઘટના બનતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
પ્રજાસત્તાક દિવસની (Republic Day) ઉજવણીએ જ કોંગ્રેસમાં વકરેલો આંતરિક જૂથવાદ મારામારી સુધી પહોંચ્યો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીએ જ મારામારીની ઘટના બની હતી. એક જૂથના લોકોએ મોટા ટોળા સ્વરૂપે આવી મારામારી કરતા બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. નાસભાગ મચતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
જિલ્લા કક્ષાના કોંગ્રેસના બે નેતાઓ, પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ અને તેના જૂથે વર્તમાન જિલ્લા પ્રમુખ અશોક નાથા પટેલ અને તેના સમર્થકો પર હુમલો કર્યો છે. પક્ષના ત્રણ હોદ્દેદારોએ પૂર્વ શહેર પ્રમુખ પ્રિયવદન પટેલ સહિત કાર્યકરો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ અશોક નાથા પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:લીંબડીના નટવરગઢ ગામમાં મારામારીની ઘટનામાં 1નું મોત, 3 ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદમાં શાંતિ બિઝનેસ સ્કૂલમાં બબાલ, બે જૂથો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં મારામારી
આ પણ વાંચો:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારી ઘટના આવી સામે