Rajkot News/ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારી ઘટના આવી સામે

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદનો સામનો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ મારામારીની ઘટનાનેલ ઈને ફરી વિવાદમાં સપડાઈ.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદનો સામનો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ મારામારીની ઘટનાનેલ ઈને ફરી વિવાદમાં સપડાઈ. સિવિલ હોસ્પિટલમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં દેખાય છે કે સિવિલ હોસ્પિટલના મહિલા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી કોઈ બાબત બોલાચાલી થઈ રહી છે. બંને વચ્ચે પહેલા શાબ્દિક યુદ્ધ બાદ હાથપાઈની નોબત આવી. એટલે કે શાબ્દિક યુદ્ધ બાદમાં હાથાપાઈની મારામારીની ઘટનામાં પરિણમ્યું.

સોશિયલ મીડિયામાં સિવિલ હોસ્પિટલની મારામારીની ઘટના સામે આવતા લોકો નારાજ થયા છે. હોસ્પિટલમાં જયાં લોકોની સારવાર થતી હોય તેવી સંસ્થામાં ફરજ બજાવનાર લોકો સામાન્ય વાતમાં ઝગડી રહ્યા છે. આવા લોકોના ઝગડાના કારણે સંસ્થાના કામો રખડી પડે છે તેમજ જ્યાં દર્દીઓને સમસ્યા દૂર કરવાની હોય ત્યાં સિક્યુરિટી ગાર્ડ અને મહિલા વધુ સમસ્યા પેદા કરી રહ્યા છે.

અગાઉ પણ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતાં પ્યૂન કિશન જેન્તીભાઇ બોરીચા પર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે હુમલો કર્યો હતો. પ્યૂન સાથે ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આથી તેને સારવાર માટે ઇએનટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના બાદ પ્યૂન કિશનભાઈએ હુમલો કરનાર એમ્બુલન્સ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે

આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!

આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન