ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ ની પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 10.50 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપશે.
રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. બપોરે 12 વાગ્યાથી 2 વાગે સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે.
ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની ખાલી પડેલી 3900 જેટલી જગ્યા માટે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાનાર છે. જેમાં ધોરણ-12 પાસ અને ગ્રેજ્યુએટ યુવાનોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. અમદાવાદના 515 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. જેમાં સૌથી વધુ અમદાવાદમાંથી 1.62 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
જ્યારે બેઠક વ્યવસ્થા ખૂટી પડતા 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાથી 13 હજાર વિદ્યાર્થીઓને મહેસાણા, મહેસાણામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, ગાંધીનગરમાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, અરવલ્લીમાંથી 5 હજાર વિદ્યાર્થીઓને ખેડા જ્યારે અરવલ્લીમાંથી 4 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
અગાઉ બે વાર આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. જેના બાદ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી મોટાભાગના યુવાનોએ ગાંધીનગર પહોંચીને હલ્લાબોલ કર્યું હતું. ત્યારે આજે પરીક્ષાને પગલે દરેક કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
