Not Set/ અમદાવાદ: હાર્દિક પટેલની સભામાં હોબાળો

કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની નિકોલ ખાતેની સભામાં હોબાળો મચ્યો છે. હાર્દિક પટેલ સભા સંબોધે તે પહેલા જ તોડફોડ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે, કે આ સભા અમદાવાદ પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલનાં સમર્થનમાં યોજાઈ હતી. હોબાળા દરમિયાન ખુરશીઓ પણ ઉછાળવામાં આવી અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હતી અને તેણે […]

Top Stories Ahmedabad Gujarat
hardik patel અમદાવાદ: હાર્દિક પટેલની સભામાં હોબાળો

કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની નિકોલ ખાતેની સભામાં હોબાળો મચ્યો છે. હાર્દિક પટેલ સભા સંબોધે તે પહેલા જ તોડફોડ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે, કે આ સભા અમદાવાદ પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલનાં સમર્થનમાં યોજાઈ હતી. હોબાળા દરમિયાન ખુરશીઓ પણ ઉછાળવામાં આવી અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હતી અને તેણે સ્થિતિને કાબૂમાં લઇ લીધી હતી. હાર્દિક પટેલે માઇકમાં બોલવાનું શરૂ કરે તે પહેલા જ હોબાળો થયો હતો.અમદાવાદનાં નિકોલમાં એક સભામાં સિદ્ધાર્થ પટેલે સંબોધન કર્યું અને ત્યારબાદ જ્યારે હાર્દિકે બોલવા આવ્યો ત્યારે હોબાળો મચ્યો હતો અને કેટલાક તત્વોએ તોડફોડ કરી હતી. આ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા હતા અને ખુરશીઓમાં તોડફોડ મચાવી હતી.

ahmd અમદાવાદ: હાર્દિક પટેલની સભામાં હોબાળો

ઉલ્લેખીનીય છે કે, ગીતા પટેલનાં સમર્થનમાં આ સભા યોજાઈ હતી. ઘટના સમયે પોલીસ ત્યાં હાજર અને અને તેણે સ્થિતિ પણ કાબૂ મેળવ્યો હતો.આ પહેલા સુરેન્દ્રનગરમાં પણ એક સભામાં હાર્દિક પટેલને લાફો મરાયો હતો. હાર્દિકને તરૂણ ગજ્જર થપ્પડ મારી હતી.

ઉલ્લેખીનીય છે કે, હોબાળો કરનારા શખ્સો અલ્પેશ કથીરિયાના સમર્થકો હોવાનો પોલીસે દાવો કર્યો હતો.