બોલીવુડ ન્યુઝ/ ‘અતરંગી રે’થી ‘ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ સુધીની ફિલ્મો ઓગસ્ટમાં થશે રીલીઝ

આ મહિનામાં ઘણી હિન્દી ફિલ્મો થિયેટર અને ઓનલાઈન રિલીઝ થવાની કતારમાં છે

Entertainment
Untitled 24 'અતરંગી રે'થી ' ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા' સુધીની ફિલ્મો ઓગસ્ટમાં થશે રીલીઝ

ઓગસ્ટ મહિનો ફિલ્મ લવર્સ માટે ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ મહિનામાં ઘણી હિન્દી ફિલ્મો થિયેટર અને ઓનલાઈન રિલીઝ થવાની કતારમાં છે. આ ફિલ્મોમાં અક્ષય કુમારની ફિલ્મ ‘અતરંગી રે’ અને ‘સૂર્યવંશી’ પણ શામેલ છે. આ સાથે જ દર્શકો સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘શેર શાહ’ અને અજય દેવગણની ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ ની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

અતરંગી રે : આ ફિલ્મ 06 ઓગસ્ટ 2021 ના ​​રોજ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ વર્ષે વેલેન્ટાઇન ડે પર આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના કારણે તે શક્ય થઈ શક્યું નહીં.

Untitled 20 'અતરંગી રે'થી ' ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા' સુધીની ફિલ્મો ઓગસ્ટમાં થશે રીલીઝ

ડાયલ 100: મનોજ બાજપેયી, નીના ગુપ્તા અને સાક્ષી તન્વર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 6 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ ઝી 5 પર રિલીઝ થશે. મનોજ બાજપેયીએ ફિલ્મમાં ઇમર્જન્સી કોલ ઓપરેટરની ભૂમિકા ભજવી છે.  ‘ડાયલ 100’ ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે.

Untitled 21 'અતરંગી રે'થી ' ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા' સુધીની ફિલ્મો ઓગસ્ટમાં થશે રીલીઝ

શેર શાહ: આ ફિલ્મ 12 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પરમ વીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકામાં છે, જ્યારે કિયારા અડવાણી તેની મંગેતર ડિમ્પલની ભૂમિકામાં જોવા મળશે. વિષ્ણુવર્ધન ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મ 3 જુલાઈ 2020 ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ તેને પણ કોરોનાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

Untitled 22 'અતરંગી રે'થી ' ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા' સુધીની ફિલ્મો ઓગસ્ટમાં થશે રીલીઝ

ભુજ: આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના બે દિવસના 2 દિવસ પહેલા એટલે કે 13 ઓગસ્ટના રોજ ઓટીટી પ્લેટફોર્મ ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ પર રિલીઝ થશે. ફિલ્મમાં અજય દેવગને સ્ક્વોડ્રોન લીડર વિજય કુમાર કર્ણિકની ભૂમિકા નિભાવી હતી. ગયા વર્ષે 14 ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની હતી.

Untitled 23 'અતરંગી રે'થી ' ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા' સુધીની ફિલ્મો ઓગસ્ટમાં થશે રીલીઝ