Business/ ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટોની ધર્મશાળાના ભાડા પર કોઈ GST નહીં લાગે 

CBIC એ સ્પષ્ટ કર્યું કે ધાર્મિક સંકુલ અને તેની બહારની ત્રિજ્યામાં સ્થિત ધર્મશાળાઓ પર કોઈ GST વસૂલવામાં આવશે નહીં.

Top Stories Business
Untitled.png 1 6 ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટોની ધર્મશાળાના ભાડા પર કોઈ GST નહીં લાગે 

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ધર્મશાળાઓ ના મકાનો અથવા રૂમના ભાડા પર કોઈ GST વસૂલવામાં આવશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (CBIC) એ પણ ગુરુવારે સાંજે એક સ્પષ્ટતા જારી કરી છે જેથી આ સંબંધમાં કોઈપણ મૂંઝવણ દૂર થઈ શકે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ઘણા લોકોએ નાણા મંત્રાલય પાસે આ અંગે ખુલાસો માંગ્યો હતો.

રાઘવ ચઢ્ઢા ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. તેમણે અમૃતસરમાં સુવર્ણ મંદિરની આસપાસ બાંધવામાં આવેલા ધર્મશાળાઓ પર 12 ટકા GST વસૂલવાના નિર્ણયને પાછો ખેંચવાનો પત્ર પણ રજૂ કર્યો હતો.

જૂનમાં, GST કાઉન્સિલે નિર્ણય લીધો હતો કે એક રૂમ માટે દરરોજ 1,000 રૂપિયા ચાર્જ કરતી તમામ હોટેલો પર 12 ટકા GST લાગશે. ત્યારબાદ, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) દ્વારા ચલાવવામાં આવતી કેટલીક ધર્મશાળાઓએ આપમેળે રૂમના ભાડા સાથે GST વસૂલવાનું શરૂ કર્યું.

ત્યારબાદ, CBIC એ સ્પષ્ટતા કરી કે તેની બહારની ત્રિજ્યામાં સ્થિત ધાર્મિક સંકુલો અને ધર્મશાળાઓ પર કોઈ GST વસૂલવામાં આવશે નહીં. AAP સાંસદ વિક્રમજીત સિંહ સહાનીએ શુક્રવારે રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણનો ધર્મશાળા પર GST ન લગાવવા અંગેના ખુલાસા બાદ આભાર માન્યો હતો.

મમતા થઈ શર્મસાર /  દાહોદ ખાતે વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું

સાબરકાંઠા /  જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો

બનાસકાંઠા / હે માં તું આટલી કેમ નિષ્ઠુર બની ? હવે બનાસકાંઠામાંથી મળ્યું  સાત માસની બાળકીનું ભ્રૂણ