Numerology: આજે અહિં તમને દર્શાવીશું કે કયા મૂળાંક વાળાની જોડી (Partnership) કોની સાથે ફિટ રહેશે? અને કોની સાથે અણબનાવ રહેશે…તો ચાલો જાણીએ મૂળાંક કમ્પેબિલિટી (Mulank Compatibility) વિશે વિસ્તૃતપણે…
અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મૂળાંક જીવનનો અરીસો હોય છે અને જે વ્યક્તિના સ્વભાવ જ નહિં પરંતુ પસંદ-નાપસંદ વિશે પણ જણાવી દે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં કુલ 9 મૂળાંકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને દરેક મૂળાંકનો કોઈ ને કોઈ ગ્રહ સાથે સંબંધ હોય છે. આજે અહિં તમને દર્શાવીશું કે કયા મૂળાંક વાળાની જોડી કોની સાથે ફિટ રહેશે? અને કોની સાથે અણબનાવ રહેશે…તો ચાલો જાણીએ મૂળાંક કમ્પેબિલિટી વિશે વિસ્તૃતપણે…
મૂળાંક કમ્પેબિલિટી વિશે જાણો (Mulank Compatibility)
દરેક મૂળાંકનો કોઈ ને કોઈ ગ્રહ (Graha) સાથે સંબંધ હોય છે. આજે અહિં તમને દર્શાવીશું કે કયા મૂળાંક વાળાની જોડી કે દોસ્તી કોની સાથે ફિટ રહેશે?
મૂળાંક 1 (Root Number 1)
જે લોકોની જન્મ તારીખ 1, 10, 19 અને 28 હોય છે એમનો મૂળાંક 1 ((Mulank 1) માનવામાં આવે છે. આ મૂળાંકના લોકો જીદ્દી, ગસ્સાવાળા, મહેનતુ અને અનુશાસિત હોય છે. એમની મૂળાંક 1 ઉપરાં 5 અને 9 અંક વાળા સાથે સરસ દોસ્તી (Friendship) હોય છે અને મૂળાંક 8 સાથે એમના મોટાભાગે મતભેદ જોવા મળે છે.

મૂળાંક 2 (Root Number 2)
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 અથવા 29 હોય છે એમનો મૂળાંક 2 માનવામાં આવે છે. આ મૂળાંકના લોકો કલ્પનાશીલ, શાંત સ્વભાવના અને સંવેદનશીલ હોય છે. એમની અંદર સહનશક્તિ ઘણી જ વધારે હોય છે અને જે મોટામાં મોટી મુસીબતોનો સામનો સરળતાથી કરી શકે છે. એમને મૂળાંક 2 ઉપરાંત, 3 અને 5 વાળા સાથે સારું જામે છે. જ્યારે મૂળાંક 4, 8 અને 9 વાળા સાથે એમની ઓછી મિત્રતા જોવા મળે છે.
મૂળાંક 3 (Root Number 3)
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 અથવા 30 હોય છે એમનો મૂળાંક 3 માનવામાં આવે છે. આ મૂળાંકના લોકો વાતચીત કરવામાં નિપુણ, ધાર્મિક, બુદ્ધિમાન અને દાનવીર સ્વભાવના હોય છે. આ લોકોની પોતાના મૂળાંક ઉપરાંત, 1, 2 અને 9 મૂળાંકવાળા સાથે સારી મૈત્રી જોવા મળે છે, જ્યારે મૂળાંક 6 વાળા સાથે હંમેશા એમને ઘર્ષણ થાય છે.
મૂળાંક 4 (Root Number 4)
જે લોકોની જન્મ તારીખ 4, 13, 22 અને 31 હોય છે એમનો મૂળાંક 4 ((Mulank 4) માનવામાં આવે છે. આ મૂળાંકના લોકો ઘણા જ ઈમાનદાર અને અનુશાસિત હોય છે. એમને પોતાના મૂળાંક ઉપરાંત, 6 અને 7 અંક વાળા સાથે સારી દોસ્તી હોય છે જ્યારે 2 અને 9 સાથે એમને ઓછું બને છે.

મૂળાંક 5 (Root Number 5)
જે લોકોની જન્મ તારીખ 5, 14 અને 23 હોય છે એમનો મૂળાંક 5 માનવામાં આવે છે. આ મૂળાંકના લોકો અત્યંત બુદ્ધિમાન, સાહસિક અને ચતુર હોય છે. તેમની પોતાના મૂળાંક ઉપરાંત, 6, 7 અને 8 મૂળાંક ધરાવનારી વ્યક્તિઓ સાથે ઘણુ જ સારુ બને છે. બાકીના મૂળાંકો સાથે એમના સંબંધો સંતુલિત જોવા મળે છે.
મૂળાંક 6 (Root Number 6)
જે લોકોની જન્મ તારીખ 6, 15 અને 24 હોય છે એમનો મૂળાંક 6 ((Mulank 6) માનવામાં આવે છે. આ મૂળાંકના લોકો ઘણા જ સારા મિત્રો સાબિત થાય છે. એમનો પોતાના મૂળાંક ઉપરાંત 5, 7 અને 8 વાળા સાથે સારી દોસ્તી રહે છે અને મૂળાંક 3 વાળા સાથે એમના મતભેદ રહે છે.

મૂળાંક 7 (Root Number 7)
જે લોકોની જન્મ તારીખ 7, 16 અને 25 હોય છે એમનો મૂળાંક 7 માનવામાં આવે છે. આ મૂળાંકના લોકોની વિચારધારા અત્યાધિક ભૌતિકવાદી અને વ્યાવહારિક વિચારધારાવાળા લોકોથી ભિન્ન હોય છે અને એવા લોકોની સાથે એમને ઓછું બને છે. જો કે એમનો કોઇ પ્રમુખ શત્રુ અંક નથી હોતો…પોતાના મૂળાંકવાળા લોકો ઉપરાંત 5, 6 અને 8 વાળા લોકો સાથે સારું બને છે.
મૂળાંક 8 (Root Number 8)
જે લોકોની જન્મ તારીખ 8, 17 અને 26 હોય છે એમનો મૂળાંક 8 માનવામાં આવે છે. આ મૂળાંકના લોકોને પોતાના મૂળાંકવાળા ઉપરાંત 4, 5, 6 અને 7 વાળા સાથે સારી દોસ્તી હોય છે જ્યારે મૂળાંક 1 અને 2 વાળા સાથે એમને ઓછું બને છે.
મૂળાંક 9 (Root Number 9)
જે લોકોની જન્મ તારીખ 8, 18 અને 27 હોય છે એમનો મૂળાંક 9 માનવામાં આવે છે. આ મૂળાંકના લોકોને પોતાના મૂળાંક ઉપરાંત 1, 3 અને 5 વાળા સાથે સારું બને છે જ્યારે મૂળાંક 4 વાળા સાથે એમના મતભેદ થાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: અંકશાસ્ત્ર મુજબ જાણો કઈ છોકરીઓના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે….
આ પણ વાંચો: કેરિયર અને નાણાકીય બાબતોમાં અત્યંત લકી હોય છે આ મૂળાંકના લોકો…જે ધારે એ પૂર્ણ કરીને પછી જ હાશકારો લે છે!
