Not Set/ જાણો એપ્રિલ ૨૦૨૧ માં કેટલા દિવસ બેંકો બંધ રહેશે

ભારતીય રિઝર્વ બેન્કના રજાઓના કેલેન્ડર અનુસાર દરેક ખાનગી અને સાર્વજનિક બેન્ક 7 એપ્રિલ 2021ના રોજ એટલે કે આજે ખુલ્લી રહેશે. વિશિષ્ટ દિવસોને રજાઓ રૂપે ઘોષિત કરવા માટે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કના ક્લોઝિંગ એકાઉન્ટ્સ, હોલિડે અન્ડર નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે એન્ડ બેન્કની બાબતોને ધ્યાનમાં રાખીને આ […]

Business
Untitled 62 જાણો એપ્રિલ ૨૦૨૧ માં કેટલા દિવસ બેંકો બંધ રહેશે

ભારતીય રિઝર્વ બેન્કના રજાઓના કેલેન્ડર અનુસાર દરેક ખાનગી અને સાર્વજનિક બેન્ક 7 એપ્રિલ 2021ના રોજ એટલે કે આજે ખુલ્લી રહેશે. વિશિષ્ટ દિવસોને રજાઓ રૂપે ઘોષિત કરવા માટે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કના ક્લોઝિંગ એકાઉન્ટ્સ, હોલિડે અન્ડર નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે એન્ડ બેન્કની બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બેન્કમાં આપવામાં આવતી રજા દરેક રાજ્યમાં ઊજવવામાં આવતા તહેવારો પર આધારિત છે. જે દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. આ દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને એપ્રિલ 2021ની રજાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તો જાણી લો રવિવાર એટલે કે જાહેર રજા સિવાય બેંકો કયા કયા દિવસે બંધ રહેશે.

10 એપ્રિલ: મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે રજા છે.

13 એપ્રિલ: ગુડી પડવો, તેલુગુ નવું વર્ષ, ઉગડી તહેવાર, સજીબુ નોંગમપંબા, પ્રથમ નવરાત્રી, વૈશાખી.

14 એપ્રિલ: ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, તમિલ નવું વર્ષ, વિશુ, બીજુ તહેવાર, બોહાગ બિહુ (આસામ, અરુણાચલ પ્રદેશ)

15 એપ્રિલ: હિમાચલ દિવસ, બેંગાલી નવુ વર્ષ, બોહાગ બિહુ, સરહુલ.

21 એપ્રિલ: શ્રીરામ નવમી, ગરિયા પૂજા, વેસ્ટ બેંગાલ, આસામ, ગોવા, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરલા, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, પોંડુચેરી, તમિલનાડુમાં રાષ્ટ્રીય રજા છે.

24 એપ્રિલ: મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે રજા છે.

25 એપ્રિલ: મહર્ષિ પરશુરામ જયંતિ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં રાજ્યસ્તરની રજા છે