ગુજરાત/ જાણો કોરોના સંક્રમણ ફેલાતા કયા ગામમાં આપવામાં આવ્યું લોક ડાઉન

આવતીકાલથી સાત દિવસ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યું લોકડાઉન

Ahmedabad Gujarat
lockdown 1 જાણો કોરોના સંક્રમણ ફેલાતા કયા ગામમાં આપવામાં આવ્યું લોક ડાઉન

રાજ્યમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના સરસા ગામે ગ્રામ પંચાયત દ્વારા ફરી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગામમાં એક જ દિવસમાં 25 થી વધુ કેસ નોધાતા ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલથી 7 દિવસનું લોકડાઉન રખવાનું જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂટણી બાદ એકાએક કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના સરસા ગામમાં એક જ દિવસમાં કોરોનાના 25 કેસ પ્રકાશમાં આવતા ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલથી તા.16 સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા સવારે લોકોને ઘર વપરાશની ચીજ વસ્તુઓની ખરીદી માટે સવારે 10 વાગ્યા સુધીણી છૂટ છાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.