ફોન/ તાજ હોટલમાં બે આંતકવાદીઓ ઘૂસવાના છે તેવો ફોન આવ્યા બાદ જાણો શું થયુ

કોઈ નામ ન આપનારે બપોરે 3.30 ની આસપાસ હોટલના રિસેપ્શનમાં ફોન કર્યો હતો

India

મુંબઇના તાજ હોટેલ પેલેસમાં ફરી એક વખત હંગામો થયો હતો,જેમા બે બંદૂકધારી હોટેલમાં ઘૂસી ગયાની સૂચના મળ્યા બાદ સુરક્ષા કર્મીઓ કાર્યવાહીમાં ઉતરી ગઇ હતી. જ્યારે મુંબઈ પોલીસે તપાસ કરી ત્યારે  વાસ્તવિકતા બહાર આવી તે આશ્ચર્યજનક હતી.

શહેરની તાજ હોટલમાં બે આતંકીઓના પ્રવેશ અંગે 9 મા ધોરણના વિદ્યાર્થી દ્વારા કરાયેલા એક  ફોન કોલે શનિવારે પોલીસને ખળભળાટ મચાવી દીધો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોઈ નામ ન આપનાર વ્યક્તિએ બપોરે 3.30 ની આસપાસ હોટલના રિસેપ્શનમાં ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે બે આતંકવાદીઓ હોટેલમાં પ્રવેશવાના છે.

 પોલીસને જાણ કરવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગની તપાસ કરી હતી અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પાછળથી ફોન કરનારની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ફોન પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના કરાડના 9 મા ધોરણના વિદ્યાર્થીએ મજાક મસ્તીમાં કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધાયેલ નથી.

ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસ આ ફોન કોલથી હરકતમાં આવી ગઇ હતી અને સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી અને બાદમાં ફોન કોલની તપાસ કરતાં વાસ્તવિકતા બહાર આવી હતી.