IPL/ IPL 2022ની મેગા ઓક્શન માટે રાજસ્થાન રોયલ્સનો જાણો શું છે પ્લાન…..

IPL 2022 ની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે. હરાજી પહેલા તમામ ટીમોએ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે.

Sports
Untitled 31 12 IPL 2022ની મેગા ઓક્શન માટે રાજસ્થાન રોયલ્સનો જાણો શું છે પ્લાન.....

IPL2022 ની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે. હરાજી પહેલા તમામ ટીમોએ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. તમામ ટીમો ખેલાડીઓનું અવલોકન, વિશ્લેષણ અને મૂલ્યાંકન તેમજ તેમના વિશે માહિતી એકત્ર કરી રહી છે. IPLની પ્રથમ સિઝન જીતનારી ટીમ રાજસ્થાન રોયલ્સના પર્સમાં ઘણા પૈસા છે અને કેપ્ટન સંજુ સેમસન અને ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે સારા અને મેચ વિનર ટીમમાં સામેલ  થાશે.

આ પણ  વાંચો:National / વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ તરીકે પ્રમાણિત અટલ ટનલનું નામ “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ”માં..

રાજસ્થાન રોયલ્સના પર્સમાં 62 કરોડ રૂપિયા છે. રાજસ્થાન ફ્રેન્ચાઇઝીએ સંજુ સેમસનને 14 કરોડ, જોસ બટલરને 10 કરોડ અને યશસ્વી જયસ્વાલને 4 કરોડ ચૂકવીને જાળવી રાખ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે હરાજીમાં કયા ખેલાડીને જોડવામાં આવશે. હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસનનું કહેવું છે કે તેઓ આગામી 5-6 વર્ષ માટે ટીમને તૈયાર કરવા માંગે છે.

આ પણ વાંચો:Income Tax / આકારણી વર્ષમાં માત્ર એક જ વાર ITR અપડેટ કરી શકાશે!જાણો સમગ્ર માહિતી

એક ખાસ ટેક્નોલોજી દ્વારા રાજસ્થાન રોયલ્સે લગભગ 2000 ખેલાડીઓનો ડેટા એકત્રિત કર્યો છે, જેમાંથી કેટલાક ખેલાડીઓ ટીમના નિશાન પર હશે. ટીમના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારાએ કહ્યું, “અમારા વિશ્લેષણાત્મક મૂલ્યાંકનો વિગતવાર છે, ખેલાડીઓ વિશે એકત્ર કરવામાં આવેલી માહિતીથી લઈને તેમને કેન્દ્રીય ડેટાબેઝમાં એકીકૃત કરવા સુધી. અમે વધુ મજબૂત વિશ્લેષણાત્મક પ્રક્રિયા સાથે સમર્થિત ડેટાને ફિલ્ટર કરીએ છીએ. તે વાસ્તવમાં ખૂબ જ વ્યાપક પ્રક્રિયા છે.”