ISI/ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના નવા ચીફે જાણો શું કહ્યું….

દેશના નાગરિક અને સૈન્ય નેતૃત્વ વચ્ચે લાંબી મડાગાંઠ બાદ અંજુમને ગયા મહિને ISIના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Top Stories World
ISI પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના નવા ચીફે જાણો શું કહ્યું....

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ના નવા નિયુક્ત અધ્યક્ષ લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમે પાકિસ્તાની અધિકારીઓને તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડિંગ મીડિયામાં જાહેર ન કરવા સૂચના આપી છે. બુધવારે સ્થાનિક મીડિયાના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. દેશના નાગરિક અને સૈન્ય નેતૃત્વ વચ્ચે લાંબી મડાગાંઠ બાદ અંજુમને ગયા મહિને ISIના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અંજુમે લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદનું સ્થાન લીધું છે. આ વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના બળવા દરમિયાન ફૈઝ હમીદનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે કાબુલમાં એક પત્રકાર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. પાકિસ્તાની સેના અને આઈએસઆઈના ભૂતપૂર્વ અધિકારીઓએ અંજુમની સૂચનાનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને તેમના નિર્ણયને સમર્થન વ્યક્ત કર્યું છે.

સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં, પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ દેશની પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિને મંજૂરી આપી. આ બેઠકમાં ISIના મહાનિર્દેશક પણ હાજર રહ્યા હતા. ન્યૂઝ ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારે આ બેઠકની તસવીરો અને વીડિયો રેકોર્ડિંગ જાહેર કર્યા હતા. આ તસવીરોમાં તમામ ટોચના અધિકારીઓ જોઈ શકાય છે પરંતુ આઈએસઆઈ ચીફ ક્યાંય દેખાતા નથી.

રિપોર્ટ અનુસાર, એક મંત્રીએ જણાવ્યું છે કે ISI ચીફે સરકારી અધિકારીઓને તેમના ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજ મીડિયામાં જાહેર ન કરવા સૂચના આપી છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અમજદ શોએબે જણાવ્યું હતું કે ગુપ્તચર સેવાઓનો મૂળ સિદ્ધાંત મીડિયાથી દૂર રહેવાનો અને નામ ગુપ્ત રાખવાનો છે. જો કે, તેમણે કહ્યું કે એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં સરકારી અધિકારીઓએ આ સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું છે.

આ સિવાય ભૂતકાળમાં ISIમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત મેજર જનરલ એજાઝ અવાને કહ્યું કે ISIના નવા ચીફ મીડિયાની ચર્ચામાં આવ્યા વિના કામ કરવાની રીત ચાલુ રાખવા માંગે છે. આદર્શરીતે લોકો તેમના દેશની ગુપ્તચર એજન્સીનું સંચાલન કરતી વ્યક્તિના ચહેરાથી પરિચિત ન હોવા જોઈએ. તેમણે કહ્યું કે, નવા ISI ચીફે અધિકારીઓને આ નિર્દેશ આપીને યોગ્ય પગલું ભર્યું છે.