Not Set/ પી.ચિદમ્બરના પ્રહારનો પલટવાર કરતાં TMC નેતા મોઇત્રાએ શું કહ્યું જાણો…

તૃણમૂલ કોંગ્રેસે ગોવામાં ચૂંટણી જીત્યા બાદ મહિલાઓને દર મહિને 5000 રૂપિયા આપવાની વાત કરી છે.

Top Stories India
TMC CONGRESS પી.ચિદમ્બરના પ્રહારનો પલટવાર કરતાં TMC નેતા મોઇત્રાએ શું કહ્યું જાણો...

ગોવામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. જેના કારણે તૃણમૂલ કોંગ્રેસે ગોવામાં ચૂંટણી જીત્યા બાદ મહિલાઓને દર મહિને 5000 રૂપિયા આપવાની વાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસના આ ચૂંટણી વચન પછી, હવે વાર પલટવાર કરવામાં આવી રહ્યું છે . કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પી ચિદમ્બરમે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું તેના જવાબમાં મોઇત્રાએ પલટવાર કર્યો હતો

પી ચિદમ્બરમે તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી વચન પર કટાક્ષ કરતા એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે ‘આવા ગણિત માટે અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. જ્યાં ગોવામાં 3.5 લાખ ઘરોમાં રહેતી મહિલાને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે, જેનો માસિક ખર્ચ 175 કરોડ રૂપિયા એટલે કે વાર્ષિક 2100 કરોડ રૂપિયા હશે. ગોવા માટે આ એક નાની રકમ છે, કારણ કે માર્ચ 2020ના અંતે ગોવા પર 23,473 કરોડનું દેવું છે. આવી સ્થિતિમાં ગોવાને ભગવાન જ બચાવે?’

બીજી તરફ, TMCના ગોવા પ્રભારી મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર પી ચિદમ્બરમને જવાબ આપતા કહ્યું કે આ યોજના સંપૂર્ણપણે શક્ય છે. મોઇત્રાએ ટ્વિટ કરીને લખ્યું છે કે જો મોંઘવારીનો સામનો કરવા માટે તેમની સરકાર બનશે તો ગોવામાં મહિલાઓને મદદ કરવામાં આવશે. આ અંતર્ગત ગોવાના 3.5 લાખ ઘરોમાં રહેતી મહિલાઓને 5 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે, જે 2,100 કરોડ રૂપિયાની બરાબર છે. આ કુલ બજેટના 6-8 ટકા છે જે સંપૂર્ણપણે કરી શકાય તેવું છે.ઉલ્લેખનીય છે  કે TMCએ ગોવાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરેલી આ જાહેરાતને ‘ગૃહ લક્ષ્મી’ નામ આપ્યું છે.