Upleta/ જાણો ક્યા પંથકનાં ખેડૂતે, ક્યા કારણોથી પોતાનો પાક સળગાવી નાખ્યો

અતિવૃષ્ટિ અને મુશળધાર વરસાદના કારણે ધરતીપુત્રોને મગફળીનું પુરતુ ઉત્પાદન થયુ નથી. જેના કારણે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં

Gujarat Others
pak જાણો ક્યા પંથકનાં ખેડૂતે, ક્યા કારણોથી પોતાનો પાક સળગાવી નાખ્યો

અતિવૃષ્ટિ અને મુશળધાર વરસાદના કારણે ધરતીપુત્રોને મગફળીનું પુરતુ ઉત્પાદન થયુ નથી. જેના કારણે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં કોલકી ગામે 20 વીઘાનો મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પોતાનો પાક ઘેટાં બકરાંને ચરવા માટે મુક્યો છે. જ્યારે અમુક ખેડૂતોએ મગફળીનાં પાકને પોતાની જાતે જ કાંડી ચાંપી(હાથે જ આગ લગાવી) બાળી નાખ્યો છે.

રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાનાં કોલકી ગામે ખેડૂતો એ પોતાનો 20 વીધાનો મગફળી પાક નિષ્ફળ જતાં ઘેટાં બકરાં ને ચરવા માટે મુકવો પડ્યો હતો. તો અમુક ખેડૂતોને મગફળીનાં પાક ને બાળવો પડ્યો છે. અતિ વૃષ્ટિ અને ભારે વરસાદ ના કારણે મગફળી નો પાક માં પૂરતું ઉત્પાદન ના આવતા મગફળીનો પાક સળગાવ્યો.

ખેડૂતો દ્વારા અનેક વખતે સરકારને પોતાની આપવીતી  કહેવામાં આવી છે અને અનેક વખતે સત્તા પાસે ધક્કા ખાદા પછી પણ કોઇ સહાયતા ન મળતા વિડંબના સાથે ખેડૂતો પોતાના પેટ જણ્યા જેવા મોલને કાંડી ચાંપવા મજબૂર બન્યા છે.