Not Set/ ભાજપની જીત સાથે સની લિયોની ટ્વીટર પર થઇ ટ્રેન્ડ, શું છે કારણ જાણો

લોકસભા ચૂંટણીનાં પરિણામ હવે આવી ગયા છે. દેશમાં PM મોદીની આગેવાની હેઠળ ભાજપને પોતાના દમ પર 300 + બેઠકો મળી છે. જો કે આ વચ્ચે ઘણી એવી બાબતો સામે આવી કે જે ચર્ચામાં રહી. જેમા એક સની લિયોની પણ છે. આપને જણાવી દઇએ કે, લોકસભાનાં પરિણામ દરમિયાન  ટ્વીટર પર સન્ની લિયોની ટ્રેન્ડ લિસ્ટમાં આવી ગઈ […]

Top Stories Entertainment
bollywood actor sunny leone 13df8376 7d32 11e9 8a88 8b84fe2ad6da ભાજપની જીત સાથે સની લિયોની ટ્વીટર પર થઇ ટ્રેન્ડ, શું છે કારણ જાણો

લોકસભા ચૂંટણીનાં પરિણામ હવે આવી ગયા છે. દેશમાં PM મોદીની આગેવાની હેઠળ ભાજપને પોતાના દમ પર 300 + બેઠકો મળી છે. જો કે આ વચ્ચે ઘણી એવી બાબતો સામે આવી કે જે ચર્ચામાં રહી. જેમા એક સની લિયોની પણ છે. આપને જણાવી દઇએ કે, લોકસભાનાં પરિણામ દરમિયાન  ટ્વીટર પર સન્ની લિયોની ટ્રેન્ડ લિસ્ટમાં આવી ગઈ હતી. જો કે પરિણામ વચ્ચે સન્ની લિયોની ટ્વીટર પર ટ્રેન્ડ થતાં સૌ કોઈ ચોંકી ગયા હતા. અહી  સન્ની લિયોનીનાં ટ્રેન્ડ થવા પાછળનું મજેદાર કારણ પણ સામે આવ્યુ  છે.

ભાજપની જીત સાથે સની લિયોની ટ્વીટર પર થઇ ટ્રેન્ડ, શું છે કારણ જાણો

લોકસભાની ચૂંટણીમાં ભાજપને જંગી જીત મેળવી અને કોંગ્રેસનાં સુપડા સાફ કરી દીધા. બોલીવુડથી જોડાયેલાએ પણ મોદીની આ જીતને વધાવતા PM મોદીને અભિંનંદન પાઠ્યા હતા. એક તરફ ભાજપની જીત થતા તે દેશભરમાં જવાઇ ગઇ, તો બીજી તરફ એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલનાં જાણીતા એન્કરે લાઈવ ડિબેટ દરમિયાન સની દેઓલની જગ્યાએ સની લિયોનીનું નામ લઇ લીધુ હતુ. ત્યારબાદ તેનો પૂરો ફાયદો ટ્રોલર્સે ઉઠાવ્યો, અને સન્ની લિયોની ટ્વીટર ટ્રેન્ડ પર આવી ગઈ.

Arnab Goswami Sunny Deol Sunny Leone ભાજપની જીત સાથે સની લિયોની ટ્વીટર પર થઇ ટ્રેન્ડ, શું છે કારણ જાણો

પ્રાઇવેટ ન્યૂઝ ચેનલનો એન્કર ચૂંટણી  ડિબેટમાં પંજાબનાં ગુરદાસપુરનાં બીજેપીનાં ઉમેદવાર સની દેઓલની વાત કરી રહ્યો હતો. પરંતુ ઉતાવળમાં તેના મોઢેથી સની લિયોની બોલાઈ ગયું હતું. બસ પછી, તો તે ન્યૂઝ એન્કરની ક્લિપ ટ્વીટર પર છવાઈ ગઈ હતી. અને થોડી જ ક્ષણોમાં તે ટ્રેન્ડ લિસ્ટમાં આવી ગઈ હતી. જેનો સીધો ફાયદો સની લિયોનીને થયો હતો. સની લિયોનીનાં ચાહકો પણ આ ટ્વીટ જોવા ઉતાવળીયા થઇ ગયા હતા.

સની લિયોની ટ્વીટર પર ટ્રેન્ડ થતા સોશિયલ મીડિયામાં લોકો ન્યૂઝ એન્કરને ટ્રોલ કરતાં જોવા મળ્યા. ટ્રોલ કરતા લોકોએ કહ્યું કે, તે એટલો ઉત્સાહિત થઈ ગયો કે, તેણે સની દેઓલની જગ્યાએ સની લિયોનીનું નામ લઈ લીધું. તો એકે લખ્યું કે, ઈલેક્શનમાં સની લિયોની જીતી રહી છે.  કોઈકે ન્યૂઝ એન્કરને ઓવર એક્સાઈટેડ ગણાવી દીધો હતો. હાલ સોશિયલ મીડિયામાં લોકો આ ન્યૂઝ એન્કરની મજાક ઉડાવી રહ્યા છે. જો કે તેને કારણે સની લિયોની ટ્રવીટર ટ્રેન્ડનાં ટોપ લિસ્ટમાં છવાઈ ગઈ છે. બોલિવુડમાં પોતાનો પગ જમાવી ચુકી સની લિયોનીની આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી.