આણંદ/ ગ્રામજને બચકુ ભરાતા ડે.સરપંચની આંગળીનું ટેરવું કપાયું

જમીન વિવાદના મુદ્દે થઇ હતી બોલાચાલી
ડે.સરપંચે ગ્રામજન રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાવી ફરીયાદ
ઇજાગ્રસ્ત ડે.સરપંચને ખાનગી હોસ્પિટલ ખસેડાયા

Gujarat Others
anand ગ્રામજને બચકુ ભરાતા ડે.સરપંચની આંગળીનું ટેરવું કપાયું

@સપન પટેલ, આણંદ 

જમીન વિવાદના મુદ્દે થઇ હતી બોલાચાલી
ડે.સરપંચે ગ્રામજન રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાવી ફરીયાદ
ઇજાગ્રસ્ત ડે.સરપંચને ખાનગી હોસ્પિટલ ખસેડાયા

મલાતજ ગામે ટાવર પાસે રહેતા સુનિલ રામ પટેલ મલાતજ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપે છે તેમણે ગામમા આઝાદ ખડકીમાં રહેતા પટેલે સુનિલ ભાઈ ના મકાન ના તળિયા ના જમીન બાબતે ગામ તડ પત્રકની નકલ મેળવવા અરજી કરી હતી જેથી આ બનાવ અંગે સરપંચે ફોન કરી સુનિલભાઈને જાણ કરતાં ડેપ્યુટી સરપંચ સુનિલ પટેલ ગ્રામ પંચાયતમાં ગયા હતા અને તેઓએ રાજુ પટેલ ને કહ્યું હતું કે અમારા મકાનના તળિયાના જમીન બાબતે તું કેમ અરજી આપે છે આ મકાન મારું છે. તેમ કહેતા જ રાજુ પટેલ ઉકેલાઈ ગયો હતો અને તેણે ડેપ્યુટી સરપંચ સાથે જ ઝપાઝપી ચાલુ કરી મારમારી ડાબા હાથની આંગળી પર બચકું ભરી ઇજાઓ કરી હતી તેમજ તેની પાસે રહેલ ચપ્પા વડે ડેપ્યુટી સરપંચ ની આંગળી કાપી નાખી તમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. 

આ અંગે સુનિલ રામ પટેલની ફરિયાદના આધારે સોજીત્રા પોલીસે રાજુ મગન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુનીલ પટેલની ફરિયાદમાં તેમના જણાવ્યા અનુસાર રાજુ મગન પટેલ તેમના પર જીવલેણ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે સંદર્ભે સોજીત્રા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તાપસ હાથ ધરવામાં આવી રહી છે.