Not Set/ સલમાનના બોડીગાર્ડ શેરા સામે મહિલાએ નોંધાવી FIR

  મુંબઇ દબંગ એક્ટર સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પર વધુ એક પોલિસ ફરિયાદ થઇ છે.છેલ્લાં ઘણાં વર્ષોથી સલમાન ખાનનો પડછાયો બની રહેલાં શેરા પર મુંબઇના ખાર પોલિસ સ્ટેશનમાં એક મહિલાએ એફઆઇઆર કરી છે.શબનમ શેખ નામની મહિલાએ શેરા સામે મહિલાને ધમકી આપવી અને અપમાનજનક વર્તન કરવાના ગુના હેઠળ પોલિસ ફરિયાદ કરી છે. શબમને બીગ બોસના પ્રતિસ્પર્ધી […]

Top Stories
salman shera સલમાનના બોડીગાર્ડ શેરા સામે મહિલાએ નોંધાવી FIR

 

મુંબઇ

દબંગ એક્ટર સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પર વધુ એક પોલિસ ફરિયાદ થઇ છે.છેલ્લાં ઘણાં વર્ષોથી સલમાન ખાનનો પડછાયો બની રહેલાં શેરા પર મુંબઇના ખાર પોલિસ સ્ટેશનમાં એક મહિલાએ એફઆઇઆર કરી છે.શબનમ શેખ નામની મહિલાએ શેરા સામે મહિલાને ધમકી આપવી અને અપમાનજનક વર્તન કરવાના ગુના હેઠળ પોલિસ ફરિયાદ કરી છે.

શબમને બીગ બોસના પ્રતિસ્પર્ધી ઝુબેર ખાનના કેસના અનુસંધાનમાં આ ફરિયાદ કરી છે.બીગ બોસમાં ઝળકેલાં ઝુબેર ખાનને શોના હોસ્ટ સલમાન સાથે બોલાચાલી થઇ હતી અને તે શોમાંથી નીકળી ગયો હતો.બીગ બોસમાં માથાકુટ થયા બાદ ઝુબેર ખાને સલમાન સામે ફરિયાદ કરી છે.

શબનમે તેની પોલિસ ફરિયાદમાં જણાવ્યું છે કે ઝુબેરનો કેસ પતાવવા અંગે તેમના બોડીગાર્ડ શેરાએ તેમને ધમકી આપી છે.પોલિસે શેરા વિરૂધ્ધ આઇપીસીની કલમ 509 હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

જો કે શેરાએ મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તે આવી કોઇ મહિલાને ઓળખતો નથી અને તેણે કોઇ વાતચીત કરી નથી.