Bharuch/ પાનોલી GIDC માં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

રાજ્યમાં એકપછી એક આગની ઘટના સામે આવી રહી છે. આવામાં ફરી એકવાર ભરૂચમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચનાપાનોલી જીઆઇડીસીમાં સિટી ફોર્મ્યુલેશન કંપનીમાં આગ લાગી છે.

Top Stories Gujarat Others
a 115 પાનોલી GIDC માં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

રાજ્યમાં એકપછી એક આગની ઘટના સામે આવી રહી છે. આવામાં ફરી એકવાર ભરૂચમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચનાપાનોલી જીઆઇડીસીમાં સિટી ફોર્મ્યુલેશન કંપનીમાં આગ લાગી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પાર્ક થવાના લીધે આ આગ લાગી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, આ આગ કાબુમાં લેવા માટે ત્રણ ફાયર ફાઇટરો દોડી આવ્યા છે. આગ પર ટૂંક સમયમાં અંકુશ મેળવી લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.  અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.

આ પહેલા ભરૂચ જીલ્લામાં આવેલી ઝઘડીયા ખાતેની GIDC કંપનીમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યાં છે. જ્યાં ગેલેક્સી ડાયસ્ટફ કંપનીમાં આગ લાગી હોવાને કારણે 4 કામદારો દાઝી ગયા છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.