Ahmedabad News/ સાયન્સ સિટી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલમાં આગ, ત્રીજા માળે ફસાયેલાનું રેસ્ક્યુ કરાયું

ફાયર કર્મચારીઓએ અંદાજે 25 જણાને સલામત રીતે નીચે ઉતાર્યા હતા

Ahmedabad Gujarat
પરિશ્રમ એલીગન્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક હોટેલમાં આગ લાગી હતી

Ahmedabad News : અમદાવાદના સાયન્સ સિટી રોડ સ્થિત પરિશ્રમ એલીગન્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક હોટેલમાં આગ લાગી હતી. હોટેલના પેન્ટ્રી રૂમમાં આગ લાગતા અહીં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. બાદમાં કોમ્પલેક્સમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાંઆવી હતી.

જેમાં ફાયર કર્મચારીઓએ અંદાજે 25 જણાને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. જોકે કેટલાક લોકો જાતેજ સીડી ઉતરીને નીચે આવી ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળે

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ સાયન્સ સિટી સ્થિત પરિશ્રમ એલીગન્સ કોમ્પલેક્સમાં આગ લાગતા તેમાં કેટલાક લોકો ફસાયા હોવાનો તેમને મેસેજ મળ્યો હતો. જેને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડના 8થી 10 વાહનો ઘટનાસ્થળે રવાના કરાયા હતા. તે સિવાય ઘટનાસ્થળે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.

ફસાયેલા 50 લોકોને રેસ્ક્યુ

અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવ્યા છે. તે સિવાય કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા હોવાથી તેમને હાલ બહાર કાઢવામાં આવ્ય હતા. લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ તમામ લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે.

કાચ તોડી ત્રીજા માળેથી લોકોનું રેસ્કયું

આ કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફસાયેલા લોકોને કાચ તોડીને બહાર કઢાયા હતા. આગની આ ઘટનાને લઈને અહીં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. હાલમાં આગ લાગવાના કારણ અંગે તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  મુંબઈથી અમદાવાદ જતા ટ્રકમાં આગ : ડ્રાઈવર સળગતો ટ્રક 5 કિમી ચલાવી ટોલબૂથ પહોંચ્યો

આ પણ વાંચો:  ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રકમાં ભભૂકી ઉઠી આગ, મરચાંની 20 ભારીઓ બળીને ખાખ