Vadodra News : વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી એક પિઝા શોપમાં આજે સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. પિઝા શોપમાં લાગેલી આગ કોમ્પલેક્સમાં ઉપરના માળે આવેલી વિમેન્સ હોસ્પિટલુ સુધી પ્રસરતા હોસ્પિટલમાં પણ દોડધામ મચી હતી. રેસ્ટોરન્ટમાં રહેલી ફાયર સિસ્ટમ યોગ્ય સમયે જ ચાલુ ન થતા ત્યાં હાજર સૌ કોઈની ચિંતા વધી હતી. જો કે, તુરંત જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર મહદંશે કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. રેસ્ટોરન્ટમાં મોટાભાગનું ફર્નિચર બળીને ખાખ થયું હતું. સદનસીબે સવારનો સમય હોવાથી રેસ્ટોરન્ટમાં કોઈ ગ્રાહકો હતા નહીં.
સ્થાનિકે કહ્યું હતું કે, પિઝા શોપમાં લાગેલી આગ ઉપરના માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પ્રસરી હતી. એક મહિલાની ડિલિવરી કરવાની હતી ત્યારે જ આગ લાગતા તબીબો દ્વારા તે મહિલાને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધાં હતાં. સંકેત શાહ નામના પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, હું મારી ઓફિસે આવ્યો ત્યારે ફર્સ્ટ ફ્લોર પર પિઝા શોપમાં આગ લાગી હતી. ખબર પડી કે પિઝાના ઓવનમાંથી આગ લાગી હતી. ત્યારબાદ આગ એટલી વધી હતી કે કાચ તૂટવા લાગ્યા હતા. આસપાસની ઓફિસના લોકો ગભરાઈ ગયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, બીજા માળે આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતાં જે ત્રીજા માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી રહી નથી.
ટ્રીગ્નો પિઝામાં આજે સવારના સમયે લાગેલી આગ બાદ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓએ રેસ્ટોરન્ટમાં રહેલી ફાયર સુવિધાથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે ચાલુ ન થઈ હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડના જવાનોએ જ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટને ભૂતકાળમાં નોટિસ આપવામાં આવેલી છે. આજે રેસ્ટોરન્ટનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છેપ્રાપ્ત માહિતી મુજબ, બીજા માળે આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતાં જે ત્રીજા માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી રહી નથી.
ટ્રીગ્નો પિઝામાં આજે સવારના સમયે લાગેલી આગ બાદ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓએ રેસ્ટોરન્ટમાં રહેલી ફાયર સુવિધાથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે ચાલુ ન થઈ હોવાનું સામે આવ્યું છે. ફાયરબ્રિગેડના જવાનોએ જ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટને ભૂતકાળમાં નોટિસ આપવામાં આવેલી છે. આજે રેસ્ટોરન્ટનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:આજે શરુ થયેલી લીલી પરકમ્મા(પરીક્રમા)માં જોડાયા 1 લાખથી વધુ લોકો, પૂનમ સુધી ચાલશે, આવું છે મહત્વ
આ પણ વાંચો:લીલી પરકમ્મા/ ચાર પડાવમાં વહેંચાયેલી આવી હોય છે “ગિરનારની પરિક્રમા”
આ પણ વાંચો: ગીરનારની લીલી પરિક્રમાને લઇને જૂનાગઢના કલેકટરની સાધુમંડર સાથે બેઠક